હૈદરાબાદ : તેલંગાના વિધાનસભા ઈલેક્શનમાં વોટિંગની તારીખ નજીક આવતા જ નેતાઓની વચ્ચે નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. રવિવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એઆઈએમઆઈએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીની વચ્ચે જબરદસ્ત જીભાજોડી જોવા મળી રહી છે. આ જીભાજોડી દરિયાન અકબરુદ્દીન ઓવૈસી ભાષાની મર્યાદા ઓળંગી ગયા છે. તેમણે યોગીના કપડા પર કોમેન્ટ કરી છે. અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, તેઓ કેવા કપડા પહેરે છે, અને મુખ્યમંત્રી છે. કહે છે કે ઓવૈસીને ભગાડી દેશે, તારી ઔકાત શું છે. ઓવૈસીની આગામી હજાર નસ્લ પણ અહીં રહેશે અને તારી સાથે લડશે. અકબરુદ્દીન એઆઈએમઆઈએમના પ્રમુખ અસુદ્દીન ઓવૈસીના નાના ભાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકબરુદ્દીન ઓવૈસીએ સીએમ યોગી અને પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, બધી તાકાત તેમની સાથે છે, તેમ છતાં વોટ માંગી રહ્યાં છે. એક મુસ્લિમ જ છે, જેની સાથે ચાવાળો ઝૂકવા મજબૂર છે. હિન્દી મીડિયા કહે છે કે, ભડકાઉ ભાષણ, જીભથી આગ નીકળ છે, અરે આ આગ નતી, પણ આ તકલીફ છે. આભાર હિન્દી મીડિયા, ભાઈજાન બનવા માટે આભાર. તેમણે કહ્યું કે, વીએચપી, આરએસએસ, બજરંગ દળ, સબકા ભજન હુઆ મોદી કા યોગી કા સબકા, સુનો મીડિયાવાલો મે સબકા ભાઈજાન હું. 


જુનિયર ઓવૈસી આટલાથી રોકાયા ન હતા. તેમણે કહ્યું કે, ચાવાળા અમને છંછેડે નહિ, છંછેડશે તો એટલો બોલીશ કે કાન વહેલા લગાશે. તેમણે જનસભામાં હાજર લોકોને કહ્યું કે, અમે બીજેપીને રોકવા છે. બીજેપીને આગળ વધતા રોકવા હોય, તો હુકૂમત જરૂરી છે. 


તેમણે બીજેપી અને યોગીને એવો સવાલ પણ કર્યો કે, જો યોગી, મોદી અને બીજેપીની વિરુદ્ધ બોલ્યો તો શું દેશમાંથી ભગાવી દેશે? ઓવૈસીએ કહ્યું કે, બીજેપીનું મોડલ છે હિન્દુ-મુસ્લિમ. અમે ખ્વાજા અજમેરી, તાજ મહેલ, કુતુબ મિનાર, ચાર મિનાર, જામા મસ્જિદ અને મક્કા મસ્જિદની ધરતીને છોડીને ક્યાંય જવાના નથી. અમે તમારી સાથે લડીને તમને હરાવીશું. 


ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈતેહાદ-ઉલ મુસ્લમીનની જૂના શહેરી વિસ્તારોમાં મજબૂત પકડ રહી છે અને પાર્ટીએ તેલંગાના વિધાનસભા ઈલેક્શનમાં સાત સીટ જીતી હતી. 7 ડિસેમ્બરના રોજ થનારા વિધાનસભા ઈલેક્શન માટે પાર્ટીએ પોતાના 8 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે અને તે કોઈનાીત છુપાયેલું નથી કે, પાર્ટી અન્ય વિધાનસભા વિસ્તારોમાં ટીઆરએસનું સમર્થન કરી રહી છે. ઓવૈસીએ નિર્મલ કસ્બામાં ટીઆરએસના સમર્થનમાં એક ઈલેક્શન પ્રચાર અભિયાનને સંબોધ્યું હતું.