હૈદરાબાદ : તેલંગાણાના મુખ્યમંત્રીકેસી રાવના પુત્ર તથા માહિતી અને પ્રસારણ મંત્રી કેટી રામા રાવે પ્રદેશમાં વહેલી ચૂંટણી કરાવવા અંગે અમિત શાહે ઉઠાવેલા સવાલ મુદ્દે શાહની ઝાટકણી કાઢી હતી. રામા રાવે પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, જો ભાજપ સમય પહેલા ચૂંટણી કરાવી શકતી હોય તો આપણે શા માટેનહી. તેમણે જણાવ્યું કે, 2002માં ભાજપે ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામા રાવે રાષ્ટ્રીય સ્તર પણ અટલ બિહારી વાજપેયી દ્વારા 2004માં વહેલી ચૂંટણી કરાવાઇ હોવાની વાતને યાદ કરી હતી. કેટીઆરનાં નામથી પ્રખ્યાત રામા રાવે કહ્યું કે, એવામાં ટીઆરએસ સરકાર વહેલી ચૂંટણી કરાવવા ઇચ્છતી હોય તો તેમાં ખોટુ શું છે ? તેમણે તેલંગાણાના વિકાસ માટે કેન્દ્ર દ્વારા કરાયેલા કામ મુદ્દે શાહે કહેલી વાતોને પણ નકારી કાઢી હતી. તેમણે દાવો કર્યો કે કેન્દ્ર સરકારે તેમનેકોઇ વિશેષ સહયોગ આપ્યો નથી. 

કેટીઆરે જણાવ્યું કે, રાજ્યનો વિકાસ દર 17.17 ટકા છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રનાં વિકાસમાં તેલંગાણા મહત્વપુર્ણ ભુમિકા નિભાવી રહ્યું છે અને શાહે સમજવું જોઇએ કે મહેસુલ એકત્ર કરવા માટે કેન્દ્ર સરકાર હંમેશા કેન્દ્રો પર આશ્રિત છે. 

રાવે ભાજપ પર તેલંગાણા અને આંધ્રપ્રદેશ, બંન્ને રાજ્યોની જનતાની સાથે છળ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેને તેલુગૂ લોકોનાં મત માંગવાનો કોઇ નૈતિક અધિકારનથી. તેમણે કહ્યું કે, તેલંગાણામાં ભાજપનાં નેતાઓ ચૂંટણી જીતવા મુદ્દે જેવા-તેવા દાવાઓ કરી રહ્યા છે. શાહે શનિવારે સમય પહેલા તેલંગાણા વિધાનસભા ભંગ કરીને વહેલી ચૂંટણી કરવા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. શાહે કહ્યું કે, વહેલી ચૂંટણી કરાવીને ટીએમસીએ લોકો પર વહેલો ચૂંટણી ખર્ચ લાદી દીધો છે.