નવી દિલ્હી: પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં મામૂલી ઘટાડો થવા પર તેલંગણાના એક વ્યક્તિએ વડાપ્રધાન રાહત ફંડમાં 9 પૈસાનો ચેક મોકલ્યો છે. રંજના સિરસિલા જિલ્લાના ચંદૂ ગૌડે પ્રજા વાણી કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કૃષ્ણ ભાસ્કરને આ ચેક સોંપ્યો. તેમણે ઓફિસરને ભલામણ કરી કે ચેકને વડાપ્રધાન રાહત કોષમાં ખાસ મોકલાવે. ગૌડે કહ્યું કે કર્ણાટક ચૂંટણી ખતમ થયા બાદ તેલની કિંમતોમાં લગભગ ચાર રૂપિયા સુધીનો અચાનક વધારો કરી દેવાયો અને હવે એક અઠવાડિયાથી તેમાં પૈસા મુજબ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. હું તેનો વિરોધ કરું છું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 પૈસા ભાવ ઘટ્યો, જે  બચત ગણીને કર્યું દાન
ગૌડે જણાવ્યું કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં 9 પૈસાનો ઘટાડો થયો છે. આ ભાવઘટાડાથી જે રકમ તેમણે બચાવી છે તેને તેઓ દાન કરે છે. તેમણે કહ્યું કે મને આશા છે કે આ રકમ સારા કામોમાં વપરાશે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 13 અને 9 પૈસાનો ઘટાડો થયો. આ અગાઉ પણ 7 દિવસ સુધી ઓઈલના ભાવોમાં ઘટાડો કરાયો હતો.


તેલંગણામાં 35.2 પૈસા વેટ લાગે છે
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ તેલંગણામાં પેટ્રોલિયમ પેદાશો પર 35.2 ટકા વેટ લાગે છે. તેના કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવ આસમાને છે.  પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાના કારણે સૌથી વધુ અસર ખેડૂતોને થઈ છે. તેઓ નવા પાકની વાવણીની તૈયારીઓ કરી શકતા નથી. તેઓ પોતાના ટ્રેક્ટરો માટે ડીઝલ ખરીદી શકતા નથી.