નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે આયુષ્માન ભારત યોજનાને લોન્ચ કરી છે. 25 ડિસેમ્બરથી આ યોજના સમગ્ર દેશમાં લાગુ થશે. જો કે તેલંગાણા પીએમજેએવાઇ- આયુષ્માન ભારતમાં હાલના સમયે સમાવિષ્ટ થયા છે અને તેઓ હાલ પોતાની સ્વાસ્થય યોજનાને જ લાગુ રાખશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા આ યોજનામાં સમાવિષ્ઠ થવાના કારણોમાંથી એક છે કે તેલંગાણાની આરોગ્યસ્રી યોજના હેઠળ લગભગ 80 લાખ પરિવાર આવે છે. રાજ્ય સરકારનો દાવો છે કેતેમની પાસે પહેલાથી જ આરોગ્યશ્રી યોજના છે. અને આના કારણે હાલના સમયે તેલંગાણા કેન્દ્રની આ યોજના સમાવિષ્ટ કરી શકાય નહી. રાજ્યમાં હાલના સમયે આરોગ્યશ્રી યોજના જ ચાલુ રહેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝારખંડની રાજધાની રાંચીમાં આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. વડાપ્રધાન મોદી યોજનાનો શુભારંભ કરતા કહ્યું કે, આવી યોજના વિશ્વનાં કોઇ પણ દેશમાં નથી. તેના કારણે દેશનાં એટલા લોકો મળશે જેટલી સંખ્યા સમગ્ર યૂરોપિયન યુનિયનની છે. તેમણે કહ્યું કે, 5.5 કરોડ લોકો સારવારના કારણે ગરીબી રેખાથી નીચે આવ્યા છે. 

વડાપ્રધાન જન આરોગ્ય વિમા યોજના
5 લાખ રૂપિયાનાં હેલ્થ ઇન્શ્યોરન્સ આપનારી આ સૌથી મોટી યોજના છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને આ યોજના ફંડિગ કરી રહ્યા છે. 10 કરોડથી વધારે પરિવારો એટલે કે 50 કરોડ રૂપિયા વધારે લોકોને તેનો લાભ મળશે. અત્યાર સુધી દેશનાં 13 હજારથી વધારે હોસ્પિટલ જોડાઇ ચુક્યા છે. આ યોજના હેઠળ 5 લાખ સુધીનો ખર્ચ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત જરૂરિ તપાસ, દવાઓ, ભર્તી પહેલાનો ખર્ચ અને સારવાર સુધીનો ખર્ચ પણ સમાવિષ્ટ છે. 


આ પાંચ રાજ્યોને પણ નહી મળે યોજનાનો ફાયદો


માત્ર તેલંગાણા જ નહી પરંતુ ઓરિસ્સા, દિલ્હી, કેરળ અને પંજાબમાં પણ આ યોજનાનો લાભ નહી મળે. મોદી સરકારના અનુસાર અત્યાર સુધી આ રાજ્યોનું કેન્દ્ર સરકાર સાથે કોઇ જ કરાર થઇ શક્યો નથી. એટલા માટે હાલ આ પાંચ રાજ્યોમાં આ સ્કીમ ઉપલબ્ધ નહી થાય. બાકીના અન્ય તમામ રાજ્યોના નાગરિકોને આ ફાયદો મળશે.