મધ્યપ્રદેશમાં બે દિવસના પ્રવાસ પર રાહુલે ઉજ્જૈનમાં બાબા મહાકાલના દર્શન કરી તેના પ્રવાસની શરૂઆત કરી હતી. હાલ રાહુલ ગાંધીના ઉજ્જૈન મંદિરની તસવીરો સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવી રહી છે. રાજસ્થાન-મધ્યપ્રદેશમાં જ્યારે ઈલેક્શનનો પ્રચાર ડંકે કી ચોટ પર રહીને થઈ રહ્યો છે, ત્યારે આ વખતે પ્રચારમાં નવું માધ્યમ જોવા મળી રહ્યું છે. વિધાનસભા ઈલેક્શનના પ્રચારની રીતમાં ગત સમયની સરખામણીએ અનેક બદલાવ જોવા મળી રહ્યાં છે. જ્યાં પહેલા ઈલેક્શનમાં નેતાઓ પ્રચાર-પ્રસાર માટે ઘર-ઘર જતા હતા, ગામમાં જઈ વાતો કરતા હતા, પરંતુ આ વખતે નેતાઓ મંદિર-મંદિર ફરી રહ્યાં છે. એક સોશિયલ મીડિયા અને બીજું મંદિરોના માધ્યમથી જોઈ શકાય છે કે ઈલેક્શન આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદેશમાં જ્યારે ઈલેક્શનનું બ્યૂગલ વાગી ચૂક્યું છે, ત્યારથી રણમાં રોજ નવા નવા રંગ જોવા મળી રહ્યાં છે. ટિકીટ મેળવી ચૂકેલા નેતાઓ હવે ભગવાનની શરણમાં પહોંચવા લાગ્યા છે. કોટાના ફેમસ ડોક્ટર અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષના જમાઈ ડોક્ટર દુર્ગા શંકર સૈનીએ તેમના સમર્થકોની સાથએ બાલાજીના પ્રસિદ્ઘ મંદિર જઈને ભગવાન બાલાજીને પોતાનો બાયોડેટા સોંપીને ટિકીટ માટે આજીજી કરી હતી. 


એક સમય હતો, જ્યારે માર્કેટમાં ઈલેક્શનનો રંગ દેખાતો હતો. નેતાઓની તસવીરોની નાની-નાની ટોપીઓ બનાવાતી હતી. બેચ બનાવાતા હતા. બાળકોમાં આ બધુ વહેંચીને પ્રચારને મજબૂત રૂપ આપવામાં આવતું હતું. પરંતુ આ બધું જ ભૂતકાળ બની ગયું છે. પહેલા પાર્ટીઓ પોતાના નેતાના પ્રચાર માટે બિલ્લા, ટોપી, પોતાના ગ્રૂપના છાપવાળી બિંદી વગેરે છપાવતા હતા. દિવાલો પર પોસ્ટર ચોંટાડાતા હતા. જેથી લાગતું હતું કે ખરા અર્થમાં આ લોકતંત્રનું પર્વ છે. પરંતુ હવે રાજનીતિક પાર્ટીઓ હાઈટેક બની ગઈ છે. રાજનેતાઓ હવે લોકો કરતા ભગવાનના ચરણોમાં વધુ દેખાઈ રહ્યાં છે. 


સોશિયલ મીડિયા પર પ્રચાર ફાસ્ટ
રાજનીતિક પંડિતોએ જણાવ્યું કે, પાર્ટીઓના પ્રચારની વાત કરીએ તો રાજ્ય અને કેન્દ્રની સત્તામાં રહેલી બીજેપી ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ સાઈટ્સ પર ‘અબકી બાર સૌ પાર’ અભિયાન ચલાવી રહી છે. તો બીજી તરફ, રાજ્યમાં સત્તાના વનવાસને પૂરો કરવાના પ્રયાસમાં કોંગ્રેસે પણ ‘સમય છે બદલાવનો’ અભિયાન ચલાવ્યું છે. મધ્ય પ્રદેશ ઈલેક્શનમાં પ્રચાર માત્ર સોશિયલ મીડિયા સાઈટ્સના દંગલ સુધી સીમિત નથી. બીજેપીના સાયબર યોદ્ધા તેમજ કોંગ્રેસના ઉમેદવારો મંદિર-મંદિર ફરીને વોટ શોધવામાં લાગી ગયા છે. દેશની સૌથી જૂની રાજનીતિક પાર્ટીના પ્રમુખ રાજ્યમાં વનવાસથી મુક્તિ મેળવવા માટે ચિત્રકૂટમાં ભગવાન રામની શરણમાં પહોંચ્યા હતા. તેમણે અહીંથી પ્રચારની શરૂઆત કરી હતી. આ પહેલા તેઓ કૈલાશ માનસરોવર જઈને ભોલેનાથના આર્શીવાદ પણ લઈ આવ્યા હતા. 


કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નર્મદામાં આરતી કરી લીધી છે. દતિયાની પીતાંબરા શક્તિપીઠમાં માથું ટેકવ્યું છે. અને હવે તો તેમણે ઉજ્જૈનના મહાકાલના દર્શન પણ કરી લીધા છે. મંદિર-મંદિરની આ દોડમાં રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ પાછળ નથી. શિવરાજે 14 વર્ષ શાસન કર્યા બાદ પણ જનઆર્શીવાદ લેવાની શરૂઆત ઉજ્જૈનના મહાકાલ મંદિરથી કરી હતી. શિવરાજે યાત્રા દરમિયાન વિંધ્યમાં મૈહરવાળી શારદા દેવી અને પીતાંબરા પીઠમાં બગુલામુખી દેવીના પણ દર્શન કર્યા હતા. શિવરાજ અયોધ્યા રામમંદિર મામલે ભલે ચૂપ હોય, પણ ઓરછામાં આવેલ રાજારામ મદિરમાં જઈને માથુ ટેકવી આવ્યા છે. 


રાજનીતિક દળોના હાઈટેક થવાના આ સમયમાં રાજનેતાઓના મંદિરમાં સીડીઓ ચઢવાની રણનીતિ પાછળ પણ કારણ છે. સ્થાનિક મંદિરોનું ત્યાંના નાગરિકો સાથે વિશેષ લગાવ હોય છે. મધ્યપ્રદેશમાં 230માંતી 160 સીટ ત્યાંના સ્થાનિક ધાર્મિક સ્થળોથી પ્રભાવિત છે. ગત ઈલેક્શમાં આ સીટ્સ પર સૌથી વધુ બીજેપીનો કબજો રહ્યો હતો. આ જ કારણ છે કે, મધ્યપ્રદેશમાં મંદિરનું રાજકારણ ગરમાયું છે. 


ગત વિધાનસભાની વાત કરીએ તો, મંદિર-મંદિરની રાજનીતિનો લાભ બીજેપીએ બખૂબી ઉઠાવ્યો છે. આવામાં કોંગ્રેસ પણ હવે આ ટ્રેન્ડને અપનાવી ચૂકી છે. સીટ્સ પર જે ધાર્મિક સ્થળોની અસર રહી છે, તેમાં અનેક મંદિર છે. જેમ કે, મહાકાલ મંદિરની અસર માલવાની લગભગ 32 સીટ્સ પર છે. તેમાંથી મોટાભાગના પર બીજેપીની સત્તા છે. તો ગ્વાલિયર અને ચંબર સંભાગની અંદાજે 28 સીટ્સ પર પીતાંબરા પીઠની અસર રહી છે. મૈહર અને ચિત્રકૂટના વિંધ્યની 28 સીટ્સ પર તો બુંદેલખંડના ઓરછા મંદિરની 11 સીટ્સ પર અસર છે. મંદિરથી દૂર જઈ તો નર્મદાના નામના રાજકારણની પણ મધ્યપ્રદેશની રાજનીતિમાં ગંભીર અસર દેખાઈ છે. જેમાં અમરકંટક, હોશંગાબાદ, ખંડવા, જબલપુર વગેરે જિલ્લા છે. 


આવામાં રાજનીતિક એક્સપર્ટસનું કહેવું છે કે, મધ્યપ્રદેશમાં બીજેપીના દોઢ દાયકાના શાસનને પૂરુ કરવા માટે કોંગ્રેસ પણ હવે મંદિર-મંદિરની રાજનીતિ આપનાવી રહી છે. સીડીઓ ચઢીને માથુ ટેકી રહી છે.