ચારધામ યાત્રા પર ગુજરાતીઓને નડ્યો અકસ્માત, ગાડી પલટી જતાં અમદાવાદના 8 લોકો ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડમાં ગંગોત્રી ધામ તરફ જઈ રહેલી ટ્રાવેલર દુર્ઘટનાનો શિકાર થઈ, જેમાં આઠ લોકોને ઈજા પહોંચી હતી. આ વાહનમાં કુલ 18 ગુજરાતીઓ સવાર હતા.
નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ખુબ ઉસ્તાહ છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યાં છે. આ વચ્ચે બુધવારે એક રોડ અકસ્માતમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હકીકતમાં બુધવારે ગુજરાતના અમદાવાદના 18 શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા પર ગંગોત્રી ધામ ગયા હતા. અહીં તેમની ટ્રાવેલર (એચઆર 55 એઆર 7404) ની અચાનક સોનગાડની પાસે બ્રેક ફેલ થઈ ગઈ હતી. આ કારણે ટ્રાવેલરે કાબુ ગુમાવ્યો અને પલટી મારી હતી.
આ દુર્ઘટનામાં ગાડીમાં સવાર 18 લોકોમાંથી 8 લોકોને સામાન્ય ઈજા થઈ છે. ઘટનાસ્થળ પર હાજર લોકોએ તુરંત પોલીસને માહિતી આપી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પબોંચેલી પોલીસ અને SDRF ઉત્તરાખંડના જવાનોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. સાથે એસડીઆરએફ દ્વારા દુર્ઘટનાગ્રસ્ત ટ્રાવેલરમાં તપાસ કરવામાં આવી જેમાં કિંમતી અને જરૂરી સામાન જિલ્લા પોલીસને પરત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ખુશીઓ લઈને સમય પહેલા આવી રહ્યું છે ચોમાસું, જાણો ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ
વાહનમાં સવાર શ્રદ્ધાળુઓ અને તેની ઉંમર
વિશાલ પરડિયા (16)
વૈષ્ણવી પારડિયા (20)
ધ્રુતિ પરડિયા (13)
વિશાલ કુમાર વ્યાસ (39)
નેહા બેન વ્યાસ (37)
નમય કુમાર વ્યાસ (10)
ઉષા બેન રાવલ (62)
ગીતા બેન વ્યાસ (59)
અનિલ બેન આચાર્ય (52)
મનોજકુમાર આચાર્ય (57)
અનિલ વ્યાસ (64)
દક્ષ વ્યાસ (55)
મીતા જોશી (59)
દીપક કુમાર જોશી (58)
અવની જોશી (54)
વશિષ્ઠ જોશી (23)
કમલેશ દેવ (64)
અરુણા બેન દેવ (61)