નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને શનિવારે સવારે સંબોધન કર્યું. તેમણે વૈજ્ઞાનિકોના વખાણ કર્યાં અને તેમને દેશ માટે જીવનારા અને ઝૂઝનારા ગણાવ્યાં. અત્રે જણાવવાનું કે ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર મોડી રાતે ચંદ્રની સપાટી પર ઉતરવાના 2-1 કિમી પહેલા જ સંપર્ક ગુમાવી બેઠું. ચંદ્રની સપાટી તરફ આગળ વધી રહેલા વિક્રમ લેન્ડરે 2-1 કિમી પહેલા જ સંપર્ક ગુમાવતા બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતાં. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ચંદ્રયાન-2ની મુસાફરીને શાનદાર ગણાવી અને કહ્યું કે નિષ્ફળતાઓ કે અડચણો આપણને લક્ષ્ય મેળવતા રોકી શકે નહીં. તેમના સંબોધનની 10 મહત્વની વાતો જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણે માખણ પર નહીં પરંતુ પથ્થર પર લકીર ખેંચનારા લોકો છીએ: પીએમ મોદી


1. તમે એ લોકો છો જે માતા ભારતી માટે, તેમના જય માટે જીવે છે. તમે એ લોકો છો જે માતા ભારતી માટે ઝઝૂમો છો, તમે એ લોકો છો જે માતા ભારતી માટે જુસ્સો રાખો છો. માતા ભારતનું માથું ઊંચું થાય તે માટે આખું જીવન ખપાવી દો છો. 


2. આ મિશન સાથે જોડાયેલી દરેક વ્યક્તિ એક અલગ જ અવસ્થામાં હતી. ખુબ સવાલો હતાં, મોટી સફળતા સાથે આગળ વધીએ છીએ. અચાનક બધુ નજરે દેખાતું બંધ થઈ ગયું. હું પણ તે પળને તમારી સાથે જીવ્યો. 


3. આપણા વૈજ્ઞાનિકોને હું કહેવા માંગુ છું કે ભારત તમારી સાથે છે. તમે શાનદાર પ્રોફેશનલ છો. દેશ તમારી સાથે ઊભો છે. તમે તમારું સર્વશ્રેષ્ઠ આપો છો. 


4. આજે ભલે તમને કેટલીક અડચણો મળી હોય પરંતુ તેનાથી આપણો જુસ્સો નબળો પડ્યો નથી પરંતુ વધુ મજબુત થયો છે. આજે આપણા રસ્તામાં ભલે એક અટડણ આવી હોય પરંતુ તેનાથી આપણે આપણી મંજિલના રસ્તેથી ડગ્યા નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...