ચીન સાથે ઘર્ષણ બાદ PM મોદીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ
લદ્દાખ ઘટના અંગે વાતચીત માટે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન મોદીનાં આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર મુલાકાત યોજી હતી. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ચીન પર આગળની રણનીતિ અંગે ચર્ચા થઇ હતી. આ અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાત સિંહે પણ બેઠક યોજી હતી. ત્યાર બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત યોજી હતી. આ ઉપરાંત તેમની સાથે આર્મી ચીફ એમ.એમ નરવણે અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથે સંરક્ષણ મંત્રીએ બેઠક યોજી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ઘર્ષણ બાદ સીમા પર સ્થિતી અંગે માહિતી મેળવી અને તે અંગે ચર્ચા કરી હતી.
નવી દિલ્હી : લદ્દાખ ઘટના અંગે વાતચીત માટે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન મોદીનાં આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર મુલાકાત યોજી હતી. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ચીન પર આગળની રણનીતિ અંગે ચર્ચા થઇ હતી. આ અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાત સિંહે પણ બેઠક યોજી હતી. ત્યાર બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત યોજી હતી. આ ઉપરાંત તેમની સાથે આર્મી ચીફ એમ.એમ નરવણે અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથે સંરક્ષણ મંત્રીએ બેઠક યોજી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ઘર્ષણ બાદ સીમા પર સ્થિતી અંગે માહિતી મેળવી અને તે અંગે ચર્ચા કરી હતી.
ચીનમાં ઘર્ષણ અંગે સંરક્ષણમંત્રી સાથે મીટિંગ બાદ PM મોદીને મળ્યા વિદેશમંત્રી
ભારત ચીન વચ્ચે ઘર્ષણના સમાચારો સામે આવ્યા બાદ આર્મી ચીફ જનરલ એમએમ નરવણે સંરક્ષણ મંત્રી રાજનાત સિંહને મળવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાત રાજનાથ સિંહનાં ઘરે યોજાઇ હતી. આર્મી ચીફે પોતાની પઠાણકોટની મુલાકાત પણ રદ્દ કરી હતી. અહીં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ પહોંચ્યા હતા.
LIVE: ચીન સાથે તણાવ વચ્ચે રાજનાથ સિંહના ઘરે બેઠક પુર્ણ, વિદેશ મંત્રી, આર્મી ચીફ અને CDS હાજર
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે લદ્દાખમાં ગલવાન ખીણમાં ભારત - ચીન સૈનિકોની વચ્ચે સોમવારે રાત્રે હિંસક ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં ભારતીય સેનાનાં એક અધિકારી સહિત બે જવાન શહીદ થઇ ગયા હતા. આ ઘર્ષણમાં ભારતીય સેનાનાં એક અધિકારી સહિત 2 જવાનો પણ શહીદ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube