India-china: છેલ્લા 12 કલાકથી ભારત-ચીનના કોર કમાન્ડર સ્તરની બેઠક જારી, આ મુદ્દે થઈ રહી છે ચર્ચા
આ બેઠક બન્ને દેશો વચ્ચે ડિસએન્ગેજમેન્ટ સમજુતિના પ્રથમ તબક્કો પૂરો થયા બાદ થઈ રહી છે. આ બેઠકમાં ભારતીય સેનાની લેગ સ્થિત 14મી કોરના કમાન્ડર, લેફ્ટિનેન્ટ જનરલ પીજીકે મેનન હિસ્સા લઈ રહ્યા છે. ચીન તરફથી પીએલએ આર્મીના દક્ષિણી શિંચિયાંગના મિલિટ્રીના કમાન્ડર પોતાના પ્રતિનિધિમંડળ સાથે ભાગ લઈ રહ્યા છે.
નવી દિલ્હીઃ ભારત અને ચીનના કોર કમાન્ડર્સ સ્તરની 10મા રાઉન્ડની બેઠક શરૂ થયાને 12 કલાકથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે હજુ ચર્ચા ચાલી રહી છે. ડેપસાંગ પ્લેન, ગોગરો અને હોટ સ્પ્રિંગ્સમાં ડિસએન્ગેજમેન્ટને લઈને આ બેઠક શનિવારે 10 કલાકે એલએસીના મોલ્ડો ગૈરિસનમાં શરૂ થઈ હતી.
આ બેઠક બન્ને દેશો વચ્ચે ડિસએન્ગેજમેન્ટ સમજુતિનો પ્રથમ તબક્કો પૂરો થયા બાદ થઈ રહી છે. આ બેઠકમાં ભારતીય સેનાની લેહ સ્થિત 10મા કોર કમાન્ડર, લેફ્ટિનેન્ટ જનરલ પીજીકે મેનન ભાગ લઈ રહ્યા છે. ચીન તરફથી પીએલએ આર્મીના દક્ષિણી શિંચિયાંગના મિલિસ્ટ્રી ડિસ્ટ્રિકના કમાન્ડર પોતાના પ્રતિનિધિમંડળની સાથે ભાગ લઈ રહ્યા છે. સૂત્રો પ્રમાણે બેઠકમાં બીજા તબક્કાના ડિસએન્ગેજમેન્ટ હેઠળ પૂર્વી લદ્દાખ સાથે લાગેલા ડેપસાંગ પ્લેન, ગોગરા અને હોટ સ્પ્રિંગમાં બન્ને દેશોની સેનાઓને પાછળ હટાડવા પર વાતચીત થઈ રહી છે.
આ પણ વાંચોઃ COVID-19 Vaccination in India : દેશમાં અત્યાર સુધી એક કરોડ આઠ લાખથી વધુ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
જાણકારી પ્રમાણે પેંગોગ-ત્સો લેકના ઉત્તર અને દક્ષિણમાં પ્રથમ તબક્કાનું ડિસએન્ગેજમેન્ટ પૂરુ થઈ ચુક્યુ છે. પ્રથમ તબક્કાના ડિસએન્ગેજમેન્ટાં પેંગોગ ત્સોના ઉત્તરમાં ફિંગર એરિયામાં બન્ને દેશોની સેનાઓ પાછળ હટી ગઈ છે. ચીની સેનાના ફિંગર 4થી ફિંગર 8 સુધીનો સંપૂર્ણ વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે અને હવે સિરિજેપ પોસ્ટ પર ચાલી ગઈ છે. એલએસીના સૌથી વિવાદિત વિસ્તાર, ફિંગર એસિયાથી ચીની સેનાએ પોતાના સૈનિકો અને બંકર્સની સાથે સાથે મિસાઇલ બેસ અને તોપખાનાને પણ હટાવી લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ડિસએન્ગેજમેન્ટ સમજુતિ હેઠળ ચીની સેનાએ ફિંગર 4થી ફિંગર 8 સુધી સંપૂર્ણ વિસ્તાર ખાલી કરવાનો હતો અને જેટલું પણ ડિફેન્સ-ફોર્ટિફિકેશન છેલ્લા નવ મહિનામાં કર્યું હતું, તે બધુ તોડવાનું હતું.
ભારતીય સેના પણ ફિંગર 4થી ફિંગર પર 3 પોતાની સ્થાયી ચોકી, થનસિંહ થાપા પોસ્ટ પર ચાલી ગઈ છે. ચીની સેનાએ પેંગોંગ-ત્સોના દક્ષિણ છેડાથી પણ કૈલાશ હિલ રેન્જને ખાલી કરી રહી છે. પેંગોગ-ત્સોના દક્ષિણ છેડાથી લઈને રેચિન લા દર્રે સુધી આશરે 60 કિલોમીટર વિસ્તારને બન્ને સેનાઓએ ખાલી કરવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube