ISI Conspiracy: PM મોદીના પ્રવાસ પહેલા પંજાબમાં આતંકી હુમલાનું અલર્ટ
Pujab Terror Alert: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોહાલી પ્રવાસ પહેલા પંજાબમાં આતંકી હુમલા અંગે અલર્ટ જાહેર થયું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના પંજાબને હચમચાવી નાખવાના ષડયંત્ર પર આ અલર્ટ જાહેર થયું છે. દેશની ગુપ્તચર એજન્સીઓએ એક મહત્વપૂર્ણ અલર્ટ જાહેર કરતા કહ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI) ચંડીગઢ અને મોહાલીમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહી છે.
Pujab Terror Alert: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોહાલી પ્રવાસ પહેલા પંજાબમાં આતંકી હુમલા અંગે અલર્ટ જાહેર થયું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના પંજાબને હચમચાવી નાખવાના ષડયંત્ર પર આ અલર્ટ જાહેર થયું છે. દેશની ગુપ્તચર એજન્સીઓએ એક મહત્વપૂર્ણ અલર્ટ જાહેર કરતા કહ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI) ચંડીગઢ અને મોહાલીમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહી છે. અલર્ટ મુજબ આતંકીઓ ચંડીગઢ અને મોહાલીમાં આતંકી હુમલો કરી શકે છે. આતંકીઓ બસ સ્ટેન્ડને નિશાન બનાવી શકે છે.
પંજાબને હચમચાવી નાખવાનું ષડયંત્ર
અત્રે જણાવવાનું કે ગુપ્તચર એજન્સીઓએ સ્ટેટ પોલીસ, જીઆરપી, અને સ્ટેટ ઈન્ટેલિજન્સ એજન્સીઓને પરસ્પર કોઓર્ડિનેશન કરીને ઈનપુટ પર કામ કરવાનું કહ્યું છે. ગુપ્તચર એજન્સીઓના હવાલે મોટા સમાચાર છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI એ પંજાબને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચ્યું છે.
પંજાબના 10 નેતાઓ આતંકીઓના નિશાના પર
પંજાબમાં આતંકી હુમલાનું અલર્ટ છે. ISI એ ચંડીગઢ અને મોહાલમાં હુમલાનું ષડયંત્ર રચ્યું છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે પંજાબના 10 નેતાઓ આતંકીઓના નિશાના પર છે. કેન્દ્ર સરકાર તેમને સુરક્ષા ઉપલબ્ધ કરાવી શકે છે.
પીએમના પ્રવાસને લઈને અલર્ટ પર એજન્સીઓ
નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોહાલી પ્રવાસ અંગે એજન્સીઓ અલર્ટ પર છે. ચારેકોર સુરક્ષા એકદમ ચુસ્ત કરવામાં આવી છે. આઈએસઆઈની જે લોકો સાથે લિંક છે તેમની ભાળ મેળવવાની કોશિશ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube