નવી દિલ્હી : બાંગ્લાદેશના આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) પશ્ચિમ બંગાળમાં પોતાની આતંકવાદી ગતિવિધિઓને પાર પાડી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે પોતાની ગુપ્ત માહિતીનાં આધારે કહ્યું કે, જેએમબી પશ્ચિમ બંગાળમાંવર્ધમાન અને મુર્શીદાબાદ જિલ્લાઓમાં પોતાની જેહાદી ગતિવિધિઓ અને આતંકવાદી ભરતીઓનું કામ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે જેએમબી અને તેની સંબંધિત સંગઠનોને આતંકવાદી સંગઠન તરીકે સુચિત કરેલા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબર 2014ના રોજ પશ્ચિમ બંદાળના બર્દવાન જિલ્લામાં એક ઘરમાં એક વિસ્ફોટ થયો હતો જેમાં શકીલ ગાઝી નામના વ્યક્તિની ઓળખ થઇ હતી, જેનું મોત થઇ ગયું હતું. રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએ ખુલાસો કર્યો કે, જેબીએમ સભ્ય બાંગ્લાદેશમાં લોકશાહી પદ્ધતીથી પસંદ થયેલી સરકારને ઉખેડીને શરિયા શાસન સ્થાપિત કરવા માંગે છે. 

કેટલાક ગુપ્ત રિપોર્ટ અનુસાર જેએમબી અને અન્ય આતંકવાદી જુથો દ્વારા બાંગ્લાદેશ અને ભારતની પશ્ચિમ બંગાળ સીમા પર આતંકવાદી શિબિર સ્થાપિત કરવામાં આવી છે. આ શિબિરોમાં પાકિસ્તાની મુળના લશ્કર આતંકવાદીઓની હાજરીની માહિતી છે. 

આ આતંકવાદી સંગઠન પશ્ચિમ બંગાળ સીમા ક્ષેત્રનો ઉપયોગ માત્ર સ્થળ માટે જ નહી પરંતુ ભરતી કરવા માટે પણ કરી રહ્યા છે. આ ભરતી મદરેસાઓ, મસ્જિદોનાં માધ્યમથી કરવામાં આવે છે અને તેમનું નેટવર્ક ખાસ રીતે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, માલદા અને નાદિયા જિલ્લા અને અસમમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં સક્રિય છે. 

ગૃહમંત્રાલયે લોકસભાને લેખીત જવાબમાં કહ્યં કે, લોકસભા ચૂંટણી 2019 પહેલા અને પછી હિંસાની અનેક ઘટનાઓ અંગેમાહિતી પ્રાપ્ત થઇ છે, જેના પરિણામ સ્વરૂપ પશ્ચિમ બંગાળમાં રાજનીતિક કાર્યકર્તાઓ સહિત અનેક લોકોનાં મોત થયા છે.