બાંદીપોરામાં આર્મી પોસ્ટ પર આતંકી હુમલો, બંન્ને તરફથી ફાયરિંગ જારી
આતંકીઓના હુમલામાં સેના કેમ્પ પર તૈનાત બે જવાનો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. આ ફાયરિંગ બા લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા.
નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાં બાંદીપોરામાં સેનાની પોસ્ટ પર આતંકીઓએ હુમલો કર્યો. આ હુમલો હાજિમમાં તૈનાત 13 રાષ્ટ્રીય રાઇફલ્સની એક કંપની પર કરવામાં આવ્યો. આ કેમ્પની પાસે જ હાજિન પોલીસ સ્ટેશન પણ છે. આતંકીઓએ કેમ્પ પર બે તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. આ હુમલામાં 4-5 આતંકીઓએ બંન્ને તરફથી હુમલાને અંજામ આપ્યો. મીડિયા રિપોર્ટસ પ્રમાણે ફ્રન્ટ ગેટથી ત્રણ હુમલાખોર આવ્યા હતા અને પાછળના દરવાજાથી બે આતંકીઓ આવ્યા હતા. આતંકીઓએ પહેલા ગ્રેનેડ ફેંક્યું અને ત્યાર બાદ બેરલ ગ્રેનેડ લોન્ચરનો ઉપયોગ કર્યો અને ફાયરિંગ પણ કર્યું. ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહીમાં બંન્ને તરફતી ફાયરિંગ શરૂ થયું.
આતંકી હુમલામાં સેના કેમ્પ પર તૈનાત બે જવાનોને ઈજા થવાના સમાચાર છે. આ ફાયરિંગ બાદ લોકો ઘરની બહાર આવી ગયા. સેના અને સુરક્ષાદળોએ આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
મહત્વનું છે કે, કાશ્મીરમાં રમજાનને કારણે સેનાએ સીઝફાયરની જાહેરાત કરી છે. આ કારણે આતંકીઓએ આનો લાભ લઈને સેના કેમ્પમાં ઘુસીને હુમલો કરવા લાગ્યા છે. સેના દ્વારા આતંકીઓના સફાયા માટે ચલાવવામાં આવેલા ઓપરેશન ઓલ આઉટ હેઠળ વર્ષ 2018માં જ 19 મે સુધી 80 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જ્યારે 6 આતંકીઓએ સરેન્ડર કર્યું અને મુખ્યધારામાં પરત ફર્યા હતા. 14 મેએ ભારત સરકાર દ્વારા ઓપરેશન ન કરવાનું એલાન કરવામાં આવ્યું ન હોત તો આ સંખ્યા તેનાથી વધી ગઈ હોત.
વર્ષ 2017માં જ ઓપરેશન ઓલઆઉટ હેઠળ 220 આતંકીઓને મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જ્યારે 82 યુવાનોને સેના અને સુરક્ષાદળોએ આતંકનો માર્ગ છોડીને મુખ્યધારામાં પરત લાવવામાં મદદ કરી. આ ઓપરેશન દરમિયાન ભારતીય સુરક્ષાદળોના 78 જવાનો શહીદ થયા હતા.