`3 મિત્રોના મોતનો બદલો લીધો`; 5 દિવસમાં બીજો આતંકી હુમલો, 5 જવાન શહીદ, કઠુઆમાં કોણે કરી કાયરતાપૂર્ણ હરકત?
રિપોર્ટ મુજબ કઠુઆમાં સેનાની ગાડી પર થયેલા હુમલાની જવાબદારી આતંકી સંગઠન કશ્મીર ટાઈગર્સે લીધી છે. આ સંગઠન જૈશ એ મોહમ્મદ સંબંધિત છે અને તેમનું સમર્થન મળેલું છે. હુમલાની જવાબદારી લેતા આતંકી સંગઠને એક પોસ્ટર સૈન્ય અધિકારીઓ સુધી પહોંચાડ્યું છે. જેમાં લખ્યું છે કે ભારતીય સેનાના જવાનો પર હુમલો અમે કર્યો છે.
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સેનાના ટ્રક પર ઘાત લગાવીને આતંકી હુમલો કરવામાં આવ્યો. છેલ્લા 5 દિવસમાં સેનાના જવાનો પર આ બીજો હુમલો છે. બંને હુમલામાં 5 જવાનો શહીદ થયા અને 6 ઘાયલ થઈ ચૂક્યા છે. 8 જુલાઈના રોજ કઠુઆ જિલ્લાના મછેડી ગામમાં સર્ચ પર નીકળેલા જવાનો પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો. હેન્ડ ગ્રેનેડ ફેંકાયા અને સ્નાઈપ ગનથી તાબડતોડ ફાયરિંગ થયું.
આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 5 જવાનોએ જીવ ગુમાવ્યા છે અને 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. એક દિવસ પહેલા રાજૌરી જિલ્લાના મંજાકોટમાં આર્મી કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો હતો. કઠુઆ આતંકી હુમલામાં ઘાયલ થયેલા જવાનોને પહેલા કઠુઆના બિલાવર સામુદાયિક કેન્દ્રમાં ફર્સ્ટ એડ આપવામાં આવી. ત્યારબાદ એરલિફ્ટ કરીને પઠાણકોટમાં આર્મી હોસ્પિટલ ખસેડાયા. શહીદ થયેલા જવાનોના પાર્થિવ શરીર તેમના ઘરે મોકલવા માટે વ્યવસ્થા કરાઈ રહી છે.
આ સંગઠને લીધી જવાબદારી
મીડિયા રિપોર્ટ મુજબ કઠુઆમાં સેનાની ગાડી પર થયેલા હુમલાની જવાબદારી આતંકી સંગઠન કશ્મીર ટાઈગર્સે લીધી છે. આ સંગઠન જૈશ એ મોહમ્મદ સંબંધિત છે અને તેમનું સમર્થન મળેલું છે. હુમલાની જવાબદારી લેતા આતંકી સંગઠને એક પોસ્ટર સૈન્ય અધિકારીઓ સુધી પહોંચાડ્યું છે. જેમાં લખ્યું છે કે ભારતીય સેનાના જવાનો પર હુમલો અમે કર્યો છે. 5 જવાનોને મારીને અમે અમારા 3 સાથીઓના મોતનો બદલો લીધો છે. હજુ તો શરૂઆત છે, કાશ્મીર મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે.
[[{"fid":"569483","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
પૈરા કમાન્ડોનું સર્ચ ઓપરેશન
ગુપ્તચર સૂત્રોના જણાવ્યાં મુજબ કઠુઆમાં સેનાની ગાડી પર 2થી 3 આતંકીઓએ હુમલો કર્યો. જેમની શોધ હવે પેરા કમાન્ડો કરી રહ્યા છે. તેમને કઠુઆના માચિંડી મલ્હાર વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. જે સમગ્ર કઠુઆમાં સર્ચ ઓપરેશન ચલાવશે. સેનાના જવાનો મછેડી વિસ્તારના ગામ બડનોટામાં સર્ચ કરી રહ્યા હતા કે અચાનક ફાયરિંગ શરૂ થયું હતું. હેન્ડ ગ્રેનેડ ફેંકાયા અને જવાનોને પોતાની જાતને સંભાળવાની તક જ ન મળી. હુમલામાં જૂનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત 5 જવાનો શહીદ થયા છે.