Terrorist Attack In Srinagar: શ્રીનગરમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો, 2 પોલીસકર્મી શહીદ, ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના શ્રીનગર (Srinagar) માં આતંકીઓએ પોલીસના કાફલા પર હુમલો કર્યો. આતંકીએ પોલીસકર્મીઓ પર આડેધડ ફાયરિંગ કર્યું. આ આતંકી હુમલામાં 2 પોલીસકર્મી શહીદ થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ છે. ફૂટેજમાં એક આતંકવાદી પોલીસકર્મીઓ પર ફાયરિંગ કરતો જોવા મળે છે.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના શ્રીનગર (Srinagar) માં આતંકીઓએ પોલીસના કાફલા પર હુમલો કર્યો. આતંકીએ પોલીસકર્મીઓ પર આડેધડ ફાયરિંગ કર્યું. આ આતંકી હુમલામાં 2 પોલીસકર્મી શહીદ થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ છે. ફૂટેજમાં એક આતંકવાદી પોલીસકર્મીઓ પર ફાયરિંગ કરતો જોવા મળે છે.
શ્રીનગરમાં પોલીસ ટીમ પર હુમલો
કાશ્મીર (Kashmir) ઝોનના પોલીસના જણાવ્યાં મુજબ આતંકીઓએ શ્રીનગરના બારઝૂલા વિસ્તારમાં પોલીસ ટીમ પર હુમલો કર્યો છે. આતંકીઓના આ હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકીઓના હુમલામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને તરત હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ત્યાં તેમનું મોત થઈ ગયું.
સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ
અત્રે જણાવવાનું કે શ્રીનગરમાં પોલીસ ટીમ પર આતંકી હુમલા બાદ સુરક્ષાદળો અને જમ્મુ કાશ્મીર પોલીસે વિસ્તારને ચારેબાજુથી ઘેરી લીધો છે. હાલ વિસ્તારમા સર્ચ ઓપરેશન ચાલુ છે.
આતંકીની કાયરતાપૂર્ણ હરકત CCTV માં કેદ, જુઓ VIDEO
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube