આસામમાં વિસ્ફોટક સાથે ત્રણ આતંકવાદીની ધરપકડ, મોટા હુમલાની હતી યોજના
દિલ્હીમાં આતંકવાદી હુમલાનું હતું કાવતરું, હુમલો કરે તે પહેલા જ પકડાઈ ગયા આતંકવાદી.
નવી દિલ્હીઃ આસામમાંથી વિસ્ફોટકો સાથે ત્રણ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી આઈઈડી મળી આવ્યું છે. આસામમાં પકડાયેલા આ આતંકવાદીઓ દિલ્હીમાં મોટો આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, પકડાયેલા આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફટકનો જથ્થો પકડાયો છે. સુરક્ષા દળો અત્યારે આતંકવાદીઓની પુછપરછ કરી રહ્યા છે. તેમની સાથે બીજા કેટલા આતંકવાદીઓ દેશમાં ઘુસ્યા છે તેની તપાસ ચાલી રહી છે.
Exclusive: J&Kમાં તૈનાત થશે ત્રણેય સેનાઓની સ્પેશિયલ ફોર્સ, આતંકીઓનો કાળ બનીને તૂટી પડશે
દિલ્હી પોલિસ સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહાએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, "દેશમાં એક મોટા આતંકવાદી હુમલાને થતાં રોકી લેવાયો છે. પકડાયેલા આતંકવાદીઓ પાસેથી 'ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ'(IED) મળી આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી પ્રતિબંધિત સાહિત્ય અને વિસ્ફોટમાં વપરાતા કેટલાક સાધનો પણ પકડવામાં આવ્યા છે."
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાંથી તો આતંકવાદીઓ અવારનવાર પકડાતા રહે છે. હવે, આસામમાંથી આતંકવાદીઓ પકડાતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube