પૂંછ: સુરક્ષાબળોએ મંગળવારે જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ના પૂંછ જિલ્લામાં એક આતંકવાદી અડ્ડાનો પર્દાફાશ કરતાં વિસ્ફોટક ઉપકરણ અને એક વાયરલેસ સેટ જપ્ત કર્યો હતો. અધિકારીઓએ જાણકારી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું રવિવારે સુરનકોટના જંગલમાં સંદિગ્ધ લોકોની અવરજવર વિશે ગ્રામીણોની સૂચના બાદ શોધખોળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે 7 આઇઇડી, ગેસ સિલન્ડર અને એક વાયરલેસ સેટને ધિરના જંગલમાં ખાલી પડેલા ઠેકાણા પરથી જપ્ત કરવામાં આવ્યા. અધિકારીએ આગળ જણાવ્યું કે જોકે કોઇને ધરપકડ ન કરવામાં આવી. 


તેમણે કહ્યું કે આ ઓપરેશન ભારતીય સેના અને પોલીસે સંયુક્ત રૂપે ચલાવવામાં આવ્યું અને તે સોમવારે સવારે આ વિસ્તારમાં ઘૂસ્યા હતા. અત્યાર સુધી કોઇપણ સંદિગ્ધ આતંકવાદીને પકડવામાં ન આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે. 


બીજી તરફ જમ્મૂ-રાજૌરી હાઇવે પર આતંકવાદી દ્વારા વિસ્ફોટક લગાવીને મોટી તબાહીને અંજામ આપવાના કાવતરાને સેનાની ક્વિક રિએક્શન ટીમે નિષ્ફળ કરી દીધું. રાજૌરી ટાઉનથી 12 કિલોમીટર દૂર જમ્મૂ હાઇવે પર સેનાની પેટ્રોલિંગ પાર્ટીએ 2 જગ્યાએ પર વિસ્ફોટક લાગેલા હોવાથી સવારે 9 વાગે ગાડીઓની અવરજવર રોકીને મોટી સાવધાનીપૂર્વક બંને IED નિષ્ક્રિય કરી દીધા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube