નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ ફરી એકવાર હુમલો કર્યો છે. આતંકવાદીઓએ પુલવામાના ઝાહિદબાગ વિસ્તારમાં 55 રાષ્ટ્રિય રાઇફલ્સની ગાડી પર હુમલો કર્યો છે. આતંકવાદીઓએ વાહન પર આઇઇડી બ્લાસ્ટ દ્વારા હુમલો કર્યો છે. જો કે, આ હુમલામાં કોઇ પણ જવાનને જાનહાની થઇ નથી. હુમલા બાદ સુરક્ષા દળે આ વિસ્તારને ઘેરી લીધો અને આતંકીઓની તપાસમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અયોધ્યા મુદ્દો: મધ્યસ્થતા પેનલે સીલબંધ કવરમાં સોંપ્યો રિપોર્ટ, આજે થશે સુનાવણી


જણાવી દઇએ કે, આ વર્ષે 14 ફેબ્રુઆરીના પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યું હતું. જેમાં 40 જવાન શહીદ થયા હતા. આતંકવાદીઓએ એક કારમાં વિસ્ફોટક ભરી તેને જવાનોના કાફલાને ટક્કર મારી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જવાનોને સંભાળવાની તક પણ નહોતી મળી.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...