નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પણ પ્રયત્નો કર્યાં જેમાં જરાય સફળતા મળી નહીં. પરંતુ હવે તે આતંકીઓના શરણે છે. હાફિઝ સઈદ હવે ભારતમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ હાફિઝના આતંકી સંગઠન લશ્કર એ તૈયબાની નજર હવે પીએમ મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસી પર છે. રિપોર્ટ મુજબ લશ્કર ભારતમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે અને તે માટે વારાણસીમાં પોતાનો બેસ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ભારત સાથે યુદ્ધ ઈચ્છે છે પાકિસ્તાન? LoC પર જે ગતિવિધિઓ થઈ રહી છે તે વિશે જાણો


ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ લશ્કરના આતંકીઓએ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેકવાર વારાણસીની મુલાકાત કરી છે. રિપોર્ટ મુજબ ઉમર મદની નામના એક આતંકીએ નેપાળ મૂળના અન્ય આતંકી સાથે મે મહિનામાં 3 દિવસ વારાણસીમાં રોકાઈને લશ્કરના નેટવર્કને મજબુત કરવાનું પ્લાનિંગ કર્યું છે જેનાથી મોટા આતંકી હુમલાને અંજામ આપી શકાય. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...