શ્રીનગર : સોમવારે મોડી સાંજે આતંકવાદીઓએ શ્રીનગરના પંથા ચોક ખાતે BSFની ગાડી પર હૂમલો કરી દીધો હતો. જેમાં 5 જવાનો ઘાયલ થઇ ગયા હતા. આ ઘટના બાદ તમામ સુરક્ષાદળો એલર્ટ પર છે. આ હૂમલા મુદ્દે સીઆરપીએફના આઇજી રવિ દીપ સિંહ સાહીએ કહ્યું કે, પરિસ્થિતી કાબુમાં છે. સાંજે આશરે 6 વાગ્યે હેડ ક્વાર્ટર પાસે ડ્યુટી પરથી પરત ફરી રહેલી બે ગાડીઓ પર પહેલાથી જ તૈયારીમાં બેઠેલા આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં 4-5 જવાનોને ગોળીઓ વાગી છે. હૂમલાની ઘટના બાદ સમગ્ર એરિયામાં સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું.

એક અન્ટ ઘયનામાં શ્રીનગરના બહારના વિસ્તારમાં ઘર્ષણ બાદ ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓની આવન જાવન પર શ્રીનગર- બારામુલા રાજમાર્ગના નરબલ વિસ્તારમાં સુરક્ષા દળોએ તપાસ માટે ચોકી બનાવી હતી. 

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા કર્મચારીઓએ એક ગાડીને રોકાવા માટેનો ઇશારો કર્યો હતો. જો કે ચાલકે કારની સ્પીડ વધારીને ભાગવાનો પ્રયાસ કર્યો. થોડા સમય ચાલેલા ઘર્ષણ બાદ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં. ગોળીબારમાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘાયલ થઇ ગયો. જેને હોસ્પિટલ લઇ જવાયો. અધિકારીઓએ કહ્યું કે, ઘટના સ્થળ પરથી સફરજનનાં બોક્સમાં છુપાયેલ દારુ-ગોળાનો મોટો જથ્થો મળી આવ્યો છે.