Jammu and Kashmir: જમ્મુ કાશ્મીરના અનંતનાગ સ્થિત બિજબેહરા થાના વિસ્તારમાં શુક્રવારના બપોરે આતંકીઓ દ્વારા પોલીસ અને સીઆરપીએફ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હોવાની જાણકારી મળી રહી છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આતંકીઓને કાબૂમાં કરવા માટે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે.


કાશ્મીર પોલીસે તેમના ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપી છે. પોલીસે ટ્વીટ કર્યું કે, અનંતનાગના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ/સીઆરપીએફની સંયુક્ત નાકા પાર્ટી પર ફાયરિંગ કર્યું. આ આતંકવાદી ઘટનામાં એક પોલીસ કર્મી ઘાયલ થયો જેને તાત્કાલીત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. તપાસ ચાલી રહી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube