બાંદીપોરાઃ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. સુરક્ષાકર્મીઓએ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ શરૂ કરી દીધું છે. આ સાથે જ એક એસપીઓના શહીદ થવાના પણ સમાચાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાથી નારાજ છે આતંકવાદીઓ
જોકે જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેના બંનેએ છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદીઓ વિરુદ્ધ આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું છે. જેના કારણે આતંકીઓની અંદર ગુસ્સો જોવા મળી રહ્યો છે. આતંકવાદીઓએ હવે છુપાઈને હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં આતંકવાદીઓએ પોલીસના વાહનો પર ગ્રેનેડ ફેંકવાનું શરૂ કર્યું છે.


રાજ્યમાં આતંકવાદી ઘટનાઓ
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે 4 દિવસ પહેલા રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા બાદથી અત્યાર સુધીમાં 541 એન્કાઉન્ટરમાં 439 આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે 109 સુરક્ષા જવાનો શહીદ થયા છે. રાયના જણાવ્યા અનુસાર આ ઘટનાઓમાં 98 નાગરિકો પણ માર્યા ગયા હતા અને લગભગ 5.3 કરોડ રૂપિયાની ખાનગી સંપત્તિને નુકસાન થયું હતું. જો કે, આ ઘટનાઓ દરમિયાન કોઈ મહત્વપૂર્ણ જાહેર સંપત્તિને નુકસાન થયું ન હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube