Jammu Kashmir Target Killing: મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારના મગરેપોરામાં આતંકવાદીઓએ બે પર પ્રાંતિય મજૂરો પર ફાયરિંગ કર્યું છે. અધિકારીઓના અનુસાર એક મજૂરના હાથમાં ગોળી વાગી હતી અને બીજા મજૂરના હાથ ખભા પર ગોળી વાગી છે. ઇજાગ્રસ્ત અવસ્થામાં બંનેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર નિવાસી દિલખુશને એસએમએચ હોસ્પિટલ પહોંચતાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ મજૂર પર ફાયરિંગ થયું છે. તેનું નામ ગોરિયા છે, જે પંજાબના ગુરદાસપુરનો છે. હુમલાના તાત્કાલિક બાદ હુમલાવરોને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરબંધી કરી દેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 


આ પહેલાં આજે જ જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ બેંક પરિસરમાં રાજસ્થાનના રહેવાસી એક બેંક કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દીધી. ઘાટીમાં એક મેથી ત્રીજીવાર કોઇ બિન મુસ્લિમ સરકારી કર્મચારીની હત્યા કરવામાં આવી છે. તો બીજી તરફ ગત એક મહિનામાં ટાર્ગેટ કિલિંગનો આ આઠમો કિસ્સો છે. 


અધિકારીઓએ જણાવ્યું કે વિજય કુમાર દક્ષિણ કાશ્મીર જિલ્લામાં લોકલ બેંકની અરેહ મોહનપોરા બ્રાંચમાં મેનેજર હતા. તે ગંભીરરૂપથી ઘાયલ થયા હતા અને હોસ્પિટલ લઇ જતાં રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ જૂનના રોજ ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને અન્ય સાથે જમ્મૂ કશ્મીરની સ્થિતિ પર ચર્ચા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. આજે પણ ગૃહમંત્રી એનએસએ અને રો ચીફ સાથે આંતરિક સુરક્ષાને મુદ્દે મીટીંગ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube