નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરના પૂલવામામાં આતંકવાદીઓએ ઈદનો તહેવાર ઉજવી રહેલા એક પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે. બુધવાર, સવારે આતંકવાદીઓએ પુલવામાના નરબલ ગામના એક ઘરમા ઘૂસી ગયા અને ઘરમાં હજાર લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જેમાં ઘટના સ્થળ પર એક છોકરીનું મોત થયું છે. આતંકવાદીઓના ગોળીબારમાં ગામનો અન્ય એક નાગરીક પણ ગોળીનો શિકાર થયો છે. તેને સારવાર માટે પુલવામાના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલાત નાજુક જણાવવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગૃહ મંત્રાલય સંભાળ્યા બાદ મિશન મોડમાં અમિત શાહ, રજાના દિવસે પહોંચ્યા ઓફિસ


સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવાર સવારે બની છે. નરબલ ગામ સ્થિત એક ઘરમાં ઈદના તહેવારની તૈયારી ચાલી રહી હતી. તે વચ્ચે આતંકવાદીઓ જબરજસ્તી આ ઘરમાં ઘૂસી ગયા હતા. કોઇ કંઇ સમજી શકે તે પહેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આતંકવાદીઓની બંદુકમાંથી છુટેલી ગોળીએ નગીના બાનો નામની એક છોકરીને પોતાનો શિકાર બનાવ્યો છે. ત્યારે, ગામમાં દહેશત ફેલાવવા માટે આતંકવાદી ફાયરિંગ કરાત સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. આ ગાળીબારમાં ગામના અન્ય એક વ્યક્તિને શિકાર બનાવ્યો છે. આ શખ્સની ઓળખ મોહમ્મદ જલાઉદ્દીન તરીકે કરવામાં આવી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...