શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં મંગળવારે એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને આતંકીઓ દ્વારા કરવામાં આવેલા એક ગ્રેનેડ હુમલામાં 8 નાગરિક ઘાયલ થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓએ ગ્રેનેડ પોલીસ સ્ટેશન પર ફેંક્યો હતો, પરંતુ તે સડકના કિનારે જ પડી ગયો હતો. આ વિસ્ફોટમાં અહીંથી પસાર થઈ રહેલા 8થી વધુ નાગરિકો ઘાયલ થઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાખોરોને શોધી કાઢવા માટે સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


હજુ ગઈકાલે સોમવારે પુલવામામાં જ આતંકીઓ દ્વારા સેનાના વાહનને નિશાન બનાવીને IED વિસ્ફોટ કરાયો હતો. અરિહાલ-પુલવામા રોડ પર રાષ્ટ્રીય રાયફલ્સના પેટ્રોલિંગ વ્હિકલ કરાયેલા આ હુમલામાં 9 સુરક્ષા કર્મચારી અને બે નાગરિક ઘાયલ થયા હતા. 


Viral VIDEO : ચેન્નાઈમાં બસની છત પરથી એકસાથે 20થી વધુ વિદ્યાર્થી નીચે પડ્યા!


અનંતનાગમાં જૈશનો આતંકી ઠાર મરાયો
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળો સાથે થયેલી એક અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો આતંકી અને તેનો એક સાથીદાર ઠાર મરાયો હતો. પુલવા હુમલામાં ઉપયોગ કરવામાં આવેલી એક કાર આ આતંકીએ ઉપલબ્ધ કરાવી હતી. પોલીસ અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, સવારે દક્ષિણ કાશ્મીર જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આ અભિયાનમાં એક સૈનિક પણ શહીદ થયો હતો. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....