શ્રીનગર: દેશના સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકીઓના હુમલા (Terrorist Attack) વધી ગયા છે. બે દિવસમાં આતંકીઓએ શનિવારે ત્રીજી વખત હુમલો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સનત નગર ચોક પર હુમલો
મળતી જાણકારી અનુસાર, આતંકીઓએ શનિવાર રાતે લગભગ 9 વાગ્યે શ્રીનગરના (Srinagar) સનત નગર ચોક પર હુમલો કર્યો છે. આતંકીઓએ સુરક્ષા દળના એક દળ પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન ઇજાગ્રસ્ત થયો છે. જવાન પર હુમલા બાદ સીઆરપીએફ અને પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. જો કે, આતંકી ત્યાંથી ફરાર થઈ ગયા છે.


આ પણ વાંચો:- દેશમાં આ સ્થળે તિરંગાને લઈને વિવાદ, CM એ કહ્યું - ચોક્કસપણે ફરકાવવામાં આવશે ધ્વજ


શુક્રવારે પણ ફેંક્યો હતો ગ્રેનેડ
આ પહેલા આતંકવાદીઓએ શુક્રવારના પણ બારામુલા જિલ્લામાં સુરક્ષા દળોના એક દળને નિશાન બનાવવામાં આવ્યું હતું. તે હુમલામાં સીઆરપીએફનો એક કોન્સ્ટેબલ અને બે સમાન્ય નાગરિક ઇજાગ્રસ્ત થયા હતા.


આ પણ વાંચો:- દિલ્હીની સ્કૂલોમાં હવે બાળકોને ભણાવવામાં આવશે દેશ ભક્તિ, કોર્ષમાં આ વાત થઈ સામેલ


ભાજપ નેતા પર કર્યો હુમલો
આતંકીઓએ ગુરૂવારના જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં ભાજપ નેતા જસબીર સિંહના ઘર પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ચાર વર્ષના બાળકનું મોત થયું છે અને પરિવારના 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્વતંત્રતા દિવસ પહેલા આતંકી ઘટનાઓમાં (Terrorist Attack) આવી રહેલી આ તેજીથી સુરક્ષાદળ ફૂલ એલર્ટ પર છે અને આતંકીઓની શોધખોળ કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube