શ્રીનગરઃ Grenade Blasts In Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસના જશ્નમાં આતંકીઓએ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આતંકીઓએ અડધી કલાકની અંગર બે અલગ-અલગ જગ્યાએ ગ્રેનેડ હહુમલો કર્યો છે. પોલીસે જણાવ્યું કે આતંકીઓએ બડગામના ગોપાલાપુરા ચાડૂરા વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં કરણ કુમાર સિંહ નામનો વ્યક્તિ ઘાયલ થઈ ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં નાકાબંધી કરી લેવામાં આવી છે. 


પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સોમવારે સાંજે બડગામ જિલ્લાના ગોપાલપોરા ગામમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો. આ વિસ્ફોટમાં ગોપાલપોરા નિવાસી અનુલ કુમારનો પુત્ર કરણ સિંહ ઈજાગ્રસ્ત થઈ ગયો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોએ તેની સ્થિતિ સ્થિર જણાવી છે.



Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube