આતંકવાદીઓ ઠાર, લોન્ચ પેડનો સફાયો, જાણો કેવી રીતે ભારતે પાકિસ્તાનને ભણાવ્યો બોધપાઠ
જરલ બિપિન રાવતે વધુમાં જણાવ્યું કે, `અમારી પાસે માહિતી હતી કે પીઓકેના કેરન, તંગધાર અને નોગામ સેક્ટરમાં આતંકી કેમ્પ ધમધમી રહ્યા છે. આ વિસ્તાર લીપા વેલી તરીકે ઓળખાય છે. આથી અમે આ કેમ્પોને 155mm Bofors Gunsનો ઉપયોગ કરીને ટાર્ગેટ બનાવ્યા હતા.`
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ રવિવારે પાકિસ્તાની સેના દ્વારા તંગધાર વિસ્તારમાં કરાયેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે આર્ટિલરી બંદૂકોનો ઉપયોગ કરીને પીઓકેમાં આવેલા આતંકી લોન્ચ પેડ અને પાકિસ્તાની સેનાની પોસ્ટ પર જોરદાર હુમલો કર્યો હતો. 155mm આર્ટિલરી બંદૂકો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 10 પાકિસ્તાની જવાન અને 20થી વધુ આતંકીના મોત થયા હતા.
પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૈયબાના લોન્ચ પેડ આવેલા હતા, જેનો ભારતીય સેનાએ સંપૂર્ણ સફાયો કરી નાખ્યો છે. આ અંગે માહિતી આપતા સેનાના વડા જનરલ બિપિન રાવતે જણાવ્યું કે, "ગઈકાલે સાંજે એલઓસી પર આવેલા તંગધારમાં કેટલાક આતંકવાદીઓએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. અમે જ્યારે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાની પોસ્ટ પર ગોળીબાર શરૂ કરકી દીધો હતો. તેઓ ઘુસણખોરી કરે એ પહેલા જ અમે પીઓકેમાં આવેલા આતંકી કેમ્પોને નિશાન બનાવવાનો નિર્ણય લીધો હતો. આ હુમલામાં આતંકીઓના ટેરર કેમ્પમાં મોટું નુકસાન થયું છે."
#ZeeMahaexitPoll : હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપનું જોરદાર પુનરાગમન
જરલ બિપિન રાવતે વધુમાં જણાવ્યું કે, "અમારી પાસે માહિતી હતી કે પીઓકેના કેરન, તંગધાર અને નોગામ સેક્ટરમાં આતંકી કેમ્પ ધમધમી રહ્યા છે. આ વિસ્તાર લીપા વેલી તરીકે ઓળખાય છે. આથી અમે આ કેમ્પોને 155mm Bofors Gunsનો ઉપયોગ કરીને ટાર્ગેટ બનાવ્યા હતા."
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ભારતના બે જવાન અને એક નાગરિકનું મોત થયું હતું, જ્યારે 3 નાગરિક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભારતીય સેનાએ પોતાના જવાનોના મોતનો તાત્કાલિક બદલો લીધો હતો અને પાકિસ્તાનને કાયમી યાદ રહી જાય એવો બોધપાઠ ભણાવ્યો હતો.
પાકિસ્તાન દ્વારા ઓક્ટોબર 2019 સુધી 2,300 વખત યુદ્ધ વિરામ સંધીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વર્ષ 2018માં પાકિસ્તાને 1,629 વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું.
જુઓ LIVE TV...