શ્રીનગર: કેન્દ્ર દ્વારા 5મી ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ હટાવાયા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવાયા બાદથી રાજ્યમાં સરકાર અને સ્થાનિક પ્રશાસન તણાવ ઓછો કરવાની શક્ય તમામ કોશિશો કરી રહ્યાં છે. કાશ્મીર ઘાટીમાં અને જમ્મુ ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. પરંતુ આમ છતાં કેટલાક અસામાજિક તત્વો અને પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ સ્થિતિ ડામાડોળ કરવાની કોશિશમાં છે. ગુરુવારે રાતે શ્રીનગરના બહારના વિસ્તારમાં ઘટેલી એક આતંકી ઘટનાના કારણે ફરીથી તણાવ પેદા થયો છે. આતંકીઓએ એક દુકાનદાર પર ફાયરિંગ કર્યું. દુકાનદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીર પોલીસનાં સુત્રો અનુસાર શ્રીનગરમાં શંકાસ્પદ આતંકવાદીઓએ દુકાનદાર પર ફાયરિંગ કરી દીધું. ત્યાર બાદ દુકાનદાર ઘાયલ થયો. ઘટના સ્થળ પર ફાયરિંગની જાણ થતા સુરક્ષાદળોના જવાનો પણ ત્યાં પહોંચ્યા હતા. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરી દેવાયો જ્યાં સારવાર દરમિયાન મોત થયું. મળતી માહિતી અનુસાર સાંજે 06.45 મિનિટે આતંકવાદીઓએ વ્યક્તિને નિશાન બનાવ્યો હતો. 


આતંકવાદીઓનો ભોગ બનેલા દુકાનદારનું નામ પરીમ પોરા સ્થિત ગુલામ મોહમ્મદ કહેવાઈ રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે 3 શંકાસ્પદ લોકો મોટરસાઈકલ પર આવ્યાં અને દુકાનદાર જ્યારે દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે તેના પર તાબડતોબ ફાયરિંગ કર્યું. આ ઘટના  બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ હાલ હત્યારાઓની શોધ કરી રહી છે. 


જુઓ LIVE TV



અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં શંકાસ્પદ આતંકીઓ અને અલગાવવાદીઓ દ્વારા અફવાઓ ફેલાવવાની આશંકાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે રાજ્યમાં લેન્ડલાઈન, મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધા હતાં. 


તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ કહ્યું હતું કે ઈન્ટરનેટ અને ફોન સેવાઓ એટલા માટે બંધ કરાઈ છે કારણ કે લોકોને ભેગા કરવા અને યુવાઓને ગેરમાર્ગે દોરવા માટે આતંકવાદીઓ અને પાકિસ્તાન માટે વધુ ઉપયોગી છે. તેમણે સંકેત પણ આપ્યાં કે આ સેવાઓ થોડા વધુ સમય માટે સ્થગિત રહેશે. 


(ઈનપુટ-ભાષા)