નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ ફરીથી પુલવામા હુમલા જેવો હુમલો દોહરાવવાની તૈયારી કરી રહ્યાં છે. એજન્સીઓના ઈન્ટેલિજન્સ ઈનપુટથી આ ખુલાસો થયો છે. જે મુજબ આતંકીઓ જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં પુલવામા આતંકી હુમલાની જેમ સુરક્ષાદળોના કાફલા કે વાહનો પર ઘાત લગાવીને આઈઈડી વિસ્ફોટ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UPમાં આજથી BJPના ધૂંઆધાર પ્રચારનો પ્રારંભ, અમિત શાહ આગ્રા અને યોગી સહારનપુરમાં કરશે રેલી


આ વખતે પણ એજન્સીઓને જે ઈનપુટ મળ્યા છે તે મુજબ આતંકીઓ ફરીથી એકવાર કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળોના કાફલાને નિશાન બનાવી શકે છે. પુલવામા આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. ત્યારબાદ સુરક્ષાદળો અને સેનાએ અભિયાન ચલાવીને કાશ્મીરમાં પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી મુદાસિર સહિત જૈશના અનેક ટોપ કમાન્ડરોને મોતને ઘાટ ઉતારી દીધા છે. 


અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કાફલા પર જૈશ એ મોહમ્મદના ફિદાયીન આતંકીએ હુમલો કર્યો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. 


લેટેસ્ટ સમાચાર માટે જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...