લુધિયાણા કોર્ટ બ્લાસ્ટમાં ખાલિસ્તાની ગ્રુપનો હાથ, પાકિસ્તાન કનેક્શનનો પણ ખુલાસો
પંજાબને અસ્થિર કરવાના ઈરાદાથી ધમાકા કરવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટમાં જર્મની સ્થિત એક ખાલિસ્તાન સમર્થક આતંકવાદી અને પાકિસ્તાન સ્થિત એક કટ્ટરપંથીની સંડોવણીનો ખુલાસો થયો છે.
લુધિયાણાઃ લુધિયાણા સત્ર કોર્ટમાં થયેલા બ્લાસ્ટ મામલામાં સુરક્ષા એજન્સીઓ અને પંજાબ બોલીસની તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પંજાબને અસ્થિર કરવાના ઈરાદાથી ધમાકા કરવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટમાં જર્મની સ્થિત એક ખાલિસ્તાન સમર્થક આતંકવાદી અને પાકિસ્તાન સ્થિત એક કટ્ટરપંથીની સંડોવણીનો ખુલાસો થયો છે. ઘટનાક્રમની જાણકારી રાખનાર એક સર્વોચ્ચ સુરક્ષા અધિકારી અનુસાર જર્મની સ્થિત ખાલિસ્તાન સમર્થક આતંકવાદી જસવિંદર સિંહ મુલ્તાનીએ 23 ડિસેમ્બરે વિસ્ફોટમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
પંજાબના હોશિયારપુર જિલ્લાના મંસૂરપુર ગામના મૂળ નિવાસી મુલ્તાની આતંકી હુમલો કરવા માટે પાકિસ્તાન સ્થિત તસ્કરોનો પોતાના નેટવર્કનો ઉપયોગ કરી ભારતમાં હથિયારો અને વિસ્ફોટકોની આપૂર્તી કરતો રહ્યો છે. ગુપ્ત ઈનપુટથી સંકેત મળે છે કે પાકિસ્તાની આઈએસઆઈએ વિશેષ રૂપથી પાકિસ્તાનના વોન્ટેડ ગેંગસ્ટર સહ ખાલિસ્તાની કટ્ટરપંથી, હરવિંદર સિંહ ફર્ફ રિંદા સંધૂની સાથે મુલ્તાનીને વિધાનસભા ચૂંટણીમાં પંજાબને અસ્થિત કરવા માટે આતંકવાદી હુમલો કરવાનું કામ સોંપ્યું હતું.
આ પણ વાંચોઃ Corona: માર્ચ 2020 બાદ દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસ, છેલ્લા 24 કલાકમાં 387 મૃત્યુ
અલગાવવાદી ગતિવિધિઓમાં સામેલ હતો મુલ્તાની
પ્રાપ્ત ઇનપુટ અનુસાર મુલ્તાની અલગાવવાદી ગતિવિધિઓને વધારવા માટે પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે) ની સાથે નજીકથી જોડાયેલો છે. કહેવામાં આવે છે કે તે અમેરિકા સ્થિત એસએફજેના અધ્યક્ષ અવતાર સિંહ પન્નૂ અને હરમીત સિંહ ઉર્ફ રાણાના સતત સંપર્કમાં છે. શીક રેફરેન્ડમ 200 દ્વારા ખાલિસ્તાનના અલગાવવાદી એજન્ડાને આગળ વધારી રહ્યાં છે.
સમજી શકાય કે મુલ્તાની જર્મનીમાં એસએફજેના અલગાવવાદી અભિયાનમાં મદદ કરી રહ્યું છે અને હાલમાં પાકિસ્તાન સ્થિત પોતાની સાગરિતો અને હથિયારોના તસ્કરોની મદદથી પાકિસ્તાનથી હથિયારો, વિસ્ફોટકો, હાથગોળા અને વિસ્ફોટક સામગ્રીની વ્યવસ્થા કરવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓને ધ્યાનમાં આવ્યું હતું.
મુલ્તાની પંજાબ અને ભારતના અન્ય ભાગમાં સરહદ પારથી તસ્કરી કરી લાવેલા વિસ્ફોટકોનો ઉપયોગ કરવા આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube