નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં આઇઇડી વિસ્ફોટના કાવત્રાને પાર પાડવા માટે આતંકવાદીઓએ પોતાની પદ્ધતીઓમાં ફેરફાર કર્યા છે. હાલમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, વિસ્ફોટના કાવત્રાને પાર પાડવા માટે આતંકવાદીઓએ વાહનોના રિમોટ એલાર્ટ અથવા ચાવીઓનો ઉપયોગ વધાર્યો છે. આશંકા છે કે હાલમાં જ પુલવામાં સીઆરપીએફના કાફલા પર હૂમલા આ જ પદ્ધતીનો ઉપયોગ કર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ક્ષેત્રમાં (કાઉન્ટર ટેરરિઝમ ગ્રિડ ઇન જમ્મુ એન્ડ કાશ્મીર) કાર્યરત તપાસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર રિપોર્ટના અનુસાર આતંકવાદીઓએ રિમોટ સંચાલિત આઇઇડી વિસ્ફોટની પદ્ધતીઓને અસરદાર બનાવવા માટે તેમાં અચાનક પરિવર્તન કર્યું અને તેના  માટે તેઓ ઇલેક્ટ્રોનિક ઉપકર જેવા કે મોબાઇલ ફોન, વોકી ટોકી સેટ અને ગાડીઓની રિમોટ ચાવીનો ઉપયોગ કરીને આઇઇડી વિસ્ફોટ કરી રહ્યા છે. 

રિપોર્ટ અનુસાર ઇલેક્ટ્રોનિક ઉપકરણ બજારમાં ખુબ જ સરળતાથી મળી રહે છે. કાશ્મીર ખીણમાં રહેલા આતંકવાદીઓ, રિમોટ સંચાલિત આઇઇડી વિસ્ફોટને પાર પાડવા માટે આ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં ન માત્ર સુરક્ષા દળોની સાથે સામ સામે ઘર્ષણથી બચી શકે છે પરંતુ આવા હૂમલાઓમાં જાનમાલનું નુકસાન પણ વધારે થાય છે. રાજ્યમાં આઇઇડી વિસ્પોટનાં ઇતિહાસ અને ઉભરતા ચલણ અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી અને કહ્યું કે, અન્ય રાજ્યોમાં નક્સલી વિસ્ફોટ માટે જે ઉપકરણોનો ઉપયોગ કરે છે, આશંકા છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા પણ ભવિષ્યમાં પોતાના મનસુબાઓને પાર પાડવા માટે આ ઉપકરણોનો ઉપયોગ વધી શકે છે. એટલા માટે જમ્મુ કાશ્મીરમાં રહેલા સુરક્ષા કર્મચારીઓને વધારે સતર્ક રહેવાની પણ માહિતી આપવામાં આવી છે.