શ્રીનગર: આતંકવાદી ફરી એકવાર પુલવામા (Pulwama) હચમચાવવા માંગતા હતા. તેમણે એક કારમાં વિસ્ફોટક રાખ્યો હતો, પરંતુ તેમના નાપાક ઇરાદા સફળ થઇ શક્યા નહી. ભારતીય જાંબાજોએ વિસ્ફોટકને નિષ્ક્રિય કરી દીધા. પુલવામાના રાજપોરાના અયાનગુંડ એરિયામાં એક કારમાં આઇઇડી (IED) રાખ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે કારમાં આતંકવાદી પણ હાજર હતા, પરંતુ ઘેરાબંધીને જોતા તે ભાગી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે ચાર-પાંચ દિવસ પહેલાં આઇઇડી લઇ જનાર વાહનની મૂવમેંટ વિશે સૂચના મળી હતી. ત્યારબાદ 44 આરઆર, પોલીસ અને સીઆરપીએફએ સંયુક્ત અભિયાન ચલાવીને એક સેન્ટ્રો કારમાંથી વિસ્ફોટક મળી આવ્યો. ત્યારબાદ બોમ્બ નિરોધક ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવી અને આ ટુકડીએ આઇઇડીને નિષ્ક્રિય કરી દીધી. તેમાં કોઇ જાનમાલને નુકસાન થયું નથી. 

આઇજી વિજય કુમારે કહ્યું કે આતંકવાદી મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા, પરંતુ પુલવામા પોલીસ, સીઆરપીએફ અને સેનાના ઇનપુટના આધારે સમયસર કાર્યવાહી કરીને આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને નિષ્ફળ કરી દીધા છે.


ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સીઆરપીએફના 40 જવાન સુસાઇડ આઇઇડી હુમલમાં આ જિલ્લામાં શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને અતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદના ઘણા કેમ્પોને બોમ્બથી નષ્ટ કરી દીધા હતા. 


ગત બે મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં ઘણીવાર આતંકવાદી હુમલા થયા, જેમાં અધિકારીઓ સહિત 30 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો. જોકે આ દરમિયાન સુરક્ષાબળોએ 38 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. 


પુલવામામાં આ મહિનાની શરૂઆતમાં કાશ્મીરના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ અને આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીના કમાન્ડર આતંકવાદી રિયાઝ નાઇજને મુઠભેડ દરમિયાન સુરક્ષાબળોએ ઠાર માર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube