નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ વચ્ચે મંકીપોક્સની એન્ટ્રી પણ થઈ ગઈ છે. અત્યાર સુધી ભારતમાં મંકીપોક્સના ચાર કેસની પુષ્ટિ થઈ ચુકી છે. મંગળવારે નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યું કે સરકાર ઘણા સપ્તાહ પહેલા સક્રિય પગલા ભરી ચુકી છે. એરપોર્ટ પર સ્ક્રીનિંગની સાથે લેબોને તૈયાર કરવા સહિત સરકારે ક્યા-ક્યા પ્રભાવી પગલા ભર્યાં છે, જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં મંકીપોક્સના ચાર દર્દીની પુષ્ટિ થઈ ચુકી છે. આ સૂચનાની સાથે લોકો એકવાર ફરી ડરેલા છે. કોરોનાનો ખતરો હજુ યથાવત છે અને મંકીપોક્સે લોકો સાથે સરકારની ચિંતા વધારી દીધી છે. આ મહામારીને વિશ્વ આરોગ્ય સંસ્થા હેલ્થ ઈમરજન્સી જાહેર કરી ચુક્યું છે. દિલ્હી અને કેરલમાં મંકીપોક્સના કેસની પુષ્ટિ થઈ છે. 


સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યુ કે સરકારે ઘણા સપ્તાહ પહેલા સક્રિય પગલા ભર્યા છે. એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. 15 લેબ સ્થાપિત કરવામાં આવી છે. સ્થિતિ નિયંત્રણમાં છે અને ડરવાની જરૂર નથી. 


આ પણ વાંચોઃ શું શારીરિક સંબંધથી ફેલાય છે Monkeypox Virus? કઈ-કઈ સાવધાની છે જરૂરી, જાણો નિષ્ણાંતોની સલાહ


બિહારમાં મંકીપોક્સ પર એલર્ટ જાહેર
બિહારમાં પણ મંકીપોક્સને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાન્ડેએ જાણકારી આપી કે આજે અમે મંકીપોક્સને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી. જેમાં વાયરસના લક્ષણ, પરીક્ષણ અને તે સંબંધિત અન્ય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. આપણે એલર્ટ મોડ પર રહેવા અને સરકાર દ્વારા જારી દિશા-નિર્દેશોનું પાલન કરવાની જરૂર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube