નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ (Texas)ના પહેલા પાઘડીધારી શીખ પોલીસ અધિકારી સંદીપ ધાલીવાલ  (42)ની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. ભારતીય-અમેરિકન સંદીપ ધાલીવાલ (Sandeep Dhaliwal)એ જ્યારે એક ગાડીને ચેકિંગ માટે રોકી ત્યારે તેમના ઉપર ફાયરિંગ થયું. પોલીસના જણાવ્યાં મુજબ તે ગાડીમાં એક મહિલા અને એક પુરુષ હતાં. સંદીપ ધાલીવાલે જ્યારે તેમની ગાડી રોકી તો તેમાથી એકે બહાર નીકળીને સંદીપને બે ગોળી મારી. સંદીપ ધાલીવાલ હેરિસ કાઉન્ટીમાં ડેપ્યુટી શેરિફ હતાં. તેઓ છેલ્લા 10 વર્ષથી ટેક્સાસ પોલીસ વિભાગમાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરિફ એડ ગોંઝાલેઝે ઘટનાની જાણકારી આપતા કહ્યું કે ત્યારબાદ અમે તત્કાળ તેમના ડેશકેમથી સંદિગ્ધની તસવીર લીધી અને બાતમીદારો અને ગુપ્તચર વિભાગના માધ્યમથી શોધખોળ ચલાવી. પોલીસના જણાવ્યાં મુજબ તે આધારે 47 વર્ષના સંદિગ્ધ રોબર્ટ સોલિસની ધરપકડ કરાઈ છે. તેની મર્ડર ચાર્જમાં પૂછપરછ થઈ રહી છે. હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે શું આ કોઈ હેટ ક્રાઈમ હતો કે નહીં. શેરિફ એડે કહ્યું કે એક હીરો ગુમાવીને અમારું હ્રદયભગ્ન થયું છે. હિંસક રીતે એક લીડરની હત્યા કરાઈ. અમારી પાસે અમારા દુ:ખને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. અમારી અંદર આક્રોશ છે. અમે માણસ છીએ. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...