પદ્માવત ફિલ્મ જોઇને દુર થઇ ભ્રાંતિ, SC-ST એક્ટ વાંચો એટલે વિવાદ ખતમ: ગહલોત
જયપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ગહલોતે કહ્યું કે દેશની સંસદે સર્વાનુમતિથી બિલ પાસ કર્યું હતું
જયપુર : મોદી સરકારે થાવરચંદ ગહલોતે એસસી-એશટી એક્ટ અંગે આંદોલન ખતમ કરવા માટે પદ્માવતનું ઉદાહરણ આપતા આ મુદ્દાને ઉકેલવા માટેનો પ્રયાસ કર્યો છે. એસસી-એસટી એક્ટની બબાલ વચ્ચે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગહલોતે મોટુ નિવેદન આપ્યું છે.
થાવરચંદ ગહલોતનું કહેવું છે કે જે પ્રકારે પદ્માવત ફિલ્મના મુદ્દે સમગ્ર દેશમાં હોબાળો થયો, આગચંપી, હિંસા થઇ, જો કે ત્યાર બાદ જ્યારે ફિલ્મ રિલીઝ થઇ અને લોકોએ ફિલ્મ ને જોયું તો તેમનો ભ્રમ દુર થયો. આ પ્રકારે દેશમાં જેટલા લોકો આ એખ્ટનો વિરોધ કરી રહ્યા છે તેમને તેને સમજવા માટે તેમનો ભ્રમ દુર થઇ જશે.
સંસદે સર્વ સંમતીથી કર્યું હતું બિલ પાસ
જયપુરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમમે કહ્યું કે દેશની સંસદે સર્વસંમતીથી બિલને પસાર કર્યું. દેશનાં તમામ રાજનૈતિક દળોએ તેને પસાર કર્યું. તેનો અર્થ છેકે એસસી-એશટી એખ્ટની જરૂર હતી સમાજમાં. એખ્ટ 1989માં બન્યું અને 1990થી ચાલી રહ્યું છે અને આગળ પણ આ પ્રકારે ચલાવવાનો પ્રયાસ કરશે.
તેમણે આંદોલનકર્તાઓને અપીલ કરી છે કે પહેલા આ એક્ટને વાંચે, ત્યાર બાદ તેમની ભ્રાંતિઓ દુર થશે. તેમનું કહેવું હતું કે મધ્યપ્રદેશમાં બે જગ્યા છોડીને બાકી અન્ય સ્થળો પર આંદોલન એટલું સફળ નહોતું રહ્યું. ઉલ્લેખનીય છે કે, એસસી-એસટી એક્ટ પર હાલમાં જ સવર્ણોની તરફથી ભારતબંદ બોલાવાયું હતું. એવામાં દેશમાં વિરોધના કારણે મહત્તમ રાજ્યોમાં બંધનો અસર દેખાઇ હતી. રાજસ્થાનમાં પણ એક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો.