દિલ્લી બાદ પંજાબમાં ઝાડુનો ઝંડો લહેરાતા રાજ્યસભામાં આમ આદમી પાર્ટી બની ખાસ! જાણો બીજી પાર્ટીનો હાલ
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર જીત પછી આમ આદમી પાર્ટીનો દબદબો રાજ્યસભામાં પણ વધી જશે. ઉપલા ગૃહમાં YSRના 6 સાંસદ, સમાજવાદી પાર્ટીના 5 સાંસદ અને આરજેડીના 5 સાંસદ પછી આમ આદમી પાર્ટી પાંચમા નંબરની પાર્ટી બની જશે.
જયેશ જોશી: પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર જીત પછી આમ આદમી પાર્ટીનો દબદબો રાજ્યસભામાં પણ વધી જશે. ઉપલા ગૃહમાં YSRના 6 સાંસદ, સમાજવાદી પાર્ટીના 5 સાંસદ અને આરજેડીના 5 સાંસદ પછી આમ આદમી પાર્ટી પાંચમા નંબરની પાર્ટી બની જશે. નવા સમીકરણોના કારણે અકાલી દળ રાજ્યસભામાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ જશે. જ્યારે બીએસપીના ખાતામાં માત્ર એક જ સીટ રહેશે. આપને કેવી રીતે ફાયદો થયો આવો સમજીએ. પંજાબમાંથી આવનારા રાજ્યસભાના પાંચ સાંસદોનો કાર્યકાળ નવ એપ્રિલ અને બે સાંસદોનો કાર્યકાળ ચાર જુલાઈ પૂરો થાય છે. તેમાં ત્રણ સાંસદ અકાલી દળ, ત્રણ કોંગ્રેસ અને એક બીજેપીના છે. વિધાનસભા પછી રાજ્યસભાની પાંચ બેઠકો માટે ચૂંટણી 31 માર્ચે થવાની છે.
આગળ શું થશે:
પંજાબમાં આપની સરકાર બનવાથી પાર્ટીના ખાતામાં પાંચમાંથી ચાર સીટ આવવાનું નક્કી છે. કોંગ્રેસને એક બેઠક પર સંતોષ માનવો પડશે. જ્યારે અકાલી દળને એકપણ સીટ નહીં મળે. ચાર જુલાઈએ જે બે સીટ ખાલી છે તે બંને આપના ખાતામાં જતી રહેશે.
આવી રીતે રાજ્યસભામાં 9 સાંસદો આપના થશે:
રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદોની સંખ્યા ત્રણ છે. આ સંખ્યા દિલ્લીમાં આપની સરકાર હોવાના કારણે છે. પંજાબમાં સરકાર બનવાની સ્થિતિમાં 6 બીજી સીટ વધવા જઈ રહી છે. એવામાં રાજ્યસભામાં પંજાબ અને દિલ્લીને જોડીને આપના સાંસદોની સંખ્યા 9 થઈ જશે. એમ કહો કે રાજ્યસભામાં આપના સાંસદોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થશે.
રાજ્યસભામાં ટોપ-5માં આવી જશે AAP:
રાજ્યસભામાં 97 બેઠકો સાથે બીજેપી અત્યારે સૌથી મોટી પાર્ટી છે. 34 સભ્યો સાથે કોંગ્રેસ બીજી સૌથી મોટી પાર્ટી છે. ત્રીજા નંબરે ટીએમસી, ચોથા નંબર પર ડીએમકે અને પાંચમા નંબરે બીજેડી છે. બીજેડીના સાંસદોની સંખ્યા 9 છે. જે હવે આપની પણ થઈ જશે. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના 5 સભ્ય છે. સંખ્યાના હિસાબથી હવે તે પાંચ જ રહેશે.
YSRની તાકાત પણ વધશે, 6માંથી વધીને 8 સાંસદ થશે:
રાજ્યસભામાં YSR એટલે Yuvajana Sramika Rythu પાર્ટીના સાંસદોની સંખ્યા 6 છે. આંધ્ર પ્રદેશમાંથી આગામી જૂનમાં 4 સાંસદોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તેમાંથી એક સાંસદ YSRના પણ છે. સંખ્યા બળના હિસાબે ચૂંટણીમાં ચારમાંથી ત્રણ બેઠક YSRના ખાતામાં જશે.
UP, ઉત્તરાખંડથી બીજેપીને ફાયદો:
રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ સહિત બીજા રાજ્યોમાં ભાજપની સરકાર ન હોવાના કારણે જે નુકસાન થઈ રહ્યું હતું તે નુકસાનની ભરપાઈ ભાજપ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચૂંટણી જીતીને પૂરી કરશે. તેના કારણે બીજેપીને બે બેઠકનું નુકસાન સહન કરવું પડશે. ભાજપના રાજ્યસભામાં 97 સાંસદ છે.
કોંગ્રેસની રાજસ્થાન, છત્તીસગઢમાંથી ભરપાઈ:
પંજાબ, ઉત્તરાખંડ ચૂંટણીમાં હારથી રાજ્યસભામાં કોંગ્રેસને જે નુકસાન થઈ રહ્યું હતું તેની ભરપાઈ રાજસ્થાન અને છત્તીસગઢમાંથી થશે. રાજસ્થાનમાંથી ત્રણ અને છત્તીસગઢમાંથી બે સીટ મળશે.
રાજ્યસભામાં પક્ષવાર સ્થિતિ:
કુલ - 245 બેઠક
ભાજપ - 97 સાંસદ
કોંગ્રેસ - 34 સાંસદ
TMC - 13 સાંસદ
DMK - 10 સાંસદ
BJD - 9 સાંસદ
CPM - 6 સાંસદ
TRS - 6 સાંસદ
YSRCP - 6 સાંસદ
સમાજવાદી પાર્ટી - 5 સાંસદ
RJD- 5 સાંસદ
AIADMK - 5 સાંસદ
JDU - 4 સાંસદ
NCP - 4 સાંસદ
નોમિનેટેડ - 3 સાંસદ
શિરોમણિ અકાલી દળ - 3 સાંસદ
શિવસેના - 3 સાંસદ
BSP - 3 સાંસદ
આમ આદમી પાર્ટી - 3 સાંસદ
અપક્ષ - 2 સાંસદ
IUML - 1 સાંસદ
JDS - 1 સાંસદ
JMM - 1 સાંસદ
કેરળ કોંગ્રેસ - 1 સાંસદ
લોકતાંત્રિક જનતા દળ - 1 સાંસદ
MDMK - 1 સાંસદ
મિઝો નેશનલ ફ્રન્ટ - 1 સાંસદ
અસમ ગણ પરિષદ - 1 સાંસદ
CPI - 1 સાંસદ
TDP - 1 સાંસદ
તમિલ મનીલા કોંગ્રેસ - 1 સાંસદ
સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ - 1 સાંસદ
PI - 1 સાંસદ
NPF - 1 સાંસદ
રાષ્ટ્રીય પીપલ્સ પાર્ટી - 1 સાંસદ
પટ્ટાલી મક્કલ કાંચી - 1 સાંસદ
ખાલી બેઠક - 8
10 વર્ષથી ઓછા સમયમાં આમ આદમી પાર્ટીએ કમાલ કરી:
1. આમ આદમી પાર્ટી દેશની સૌથી ઝડપથી ઉભરતી પાર્ટી બની ગઈ છે. એક દાયકા કરતાં ઓછા સમયમાં એક રાજ્યમાંથી નીકળીને બીજા રાજ્યમાં સરકાર બનાવી.
2. નવેમ્બર 2012માં આમ આદમી પાર્ટીની રચના થઈ. નવેમ્બર 2013માં દિલ્લી વિધાનસભાની ચૂંટણી લડી. આપને બહુમત ન મળ્યો. કોંગ્રેસની મદદથી સરકાર બનાવી. પરંતુ માત્ર 49 દિવસમાં સરકાર પડી ભાંગી.
3. 2014માં પાર્ટીએ લોકસભાની ચૂંટણી લડી, પરંતુ સફળતા મળી નહીં.
4. ફેબ્રુઆરી 2015માં દિલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને 70માંથી 67 બેઠક મળી.
5. ફેબ્રુઆરી 2020માં પાર્ટીને 70માંથી 62 બેઠક મળી.
6. 2022માં પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થઈ, જેમાં 4 રાજ્યોમાં ચૂંટણીમાં ઝંપલાવ્યું.
7. પંજાબમાં આમ આદમી પાર્ટીને બહુમત મળ્યો. ગોવામાં 2 ધારાસભ્ય જીત્યા. જ્યારે ઉત્તરાખંડમાં સાડા ત્રણ ટકાથી વધારે વોટ શેર મળ્યો.
ધારાસભ્યોની સંખ્યામાં આમ આદમી પાર્ટી ક્યાં:
1. બીજેપી - 1443
2. કોંગ્રેસ - 753
3. TMC - 236
4. AAP - 156
5. YSR - 151