Delhi: સ્પેશિયલ સેલે 2500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું, અત્યાર સુધીની સૌથી મોટી સિંડિકેટનો થયો ખુલાસો
દેશભરમાં અત્યાર સુધીમાં સૌથી મોટી ડ્રગ્સ સિંડિકેટનો ખુલાસો થયો છે. સ્પેશિયલ સેલે 2500 કરોડ રૂપિયાની ડ્રગ્સની ખેપ પકડી છે.
નવી દિલ્હી: દેશભરમાં અત્યાર સુધીમાં સૌથી મોટી ડ્રગ્સ સિંડિકેટનો ખુલાસો થયો છે. સ્પેશિયલ સેલે 2500 કરોડ રૂપિયાની ડ્રગ્સની ખેપ પકડી છે. સ્પેશિયલ સેલે દરોડા માર્યા અને 4 લાકોની ધરપકડ કરી છે.
નાર્કો ટેરરિઝમ સાથે ડ્રગ્સ કેસનું કનેક્શન
અત્રે જણાવવાનું કે સ્પેશિયલ સેલને શક છે કે આ મામલો નાર્કો ટેરરિઝમ (Narco Terrorism) સાથે સંલગ્ન હોઈ શકે છે. સ્પેશિયલ સેલ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે. સ્પેશિયલ સેલે 3 આરોપીઓની હરિયાણા અને 1 આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે.
PM મોદીએ નવું મંત્રાલય બનાવ્યું અને જવાબદારી સોંપી અમિત શાહને, જાણો છો શાં માટે?
દરોડામાં મોટા પાયે ડ્રગ્સ પકડાયું
સ્પેશિયલ સેલના દરોડા દરમિયાન લગભગ 350 કિલો ડ્રગ્સ પકડાયું છે. 4 લોકોની ધરપકડ બાદ અન્ય આરોપીઓને પકડવાની કોશિશ ચાલુ છે.
UP માં 1 બાળક હશે તો રાહત, બેથી વધુ હશે તો આફત...આવો હશે સરકારનો Population Control ફોર્મ્યૂલા
અત્રે જણાવવાનું કે આ અગાઉ મે મહિનામાં દિલ્હી પોલીસે હેરોઈનની મોટી ખેપ પકડી હતી. લગભગ 125 કિલો હેરોઈન સાથે બે અફઘાનિસ્તાની નાગરિકોની ધરપકડ થઈ હતી. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ પતિ પત્ની હતા. પશ્ચિમી જિલ્લાની પોલીસને સતત ડ્રગ્સ તસકરીની સૂચનાઓ મળી રહી હતી અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા બંને આરોપીઓ પકડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube