જબલપુર: મધ્ય પ્રદેશના જબલપુર સંભાગના ભેડાઘાટ પોલીસ સ્ટેશનની હદના સ્વર્ગદ્વારી પાસે એક યુવકની હત્યા કરીને મૃતદેહને રેતીમાં દફન કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એટલું જ નહીં યુવકના મૃતદેહ પર 'The End' લખીને તેને રેતીમાં દફન કરી દેવાયું. મળતી માહિતી મુજબ મૃતકનું નામ ઋષભ જૈન ઉર્ફે સોનુ (27 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે જે ભાજપનો કાર્યકર હતો અને ગુરુવારે રાતે ઘરેથી એક કાર્યક્રમમાં સામેલ થવા માટે બાઈકથી નીકળ્યો હતો. ગુરુવારે ઘરેથી નીકળ્યા બાદ તે આખી રાત  ઘરે પાછો ન ફર્યો. ત્યારબાદ સોનુના પરિજનોએ સોનુ સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ ફોન ન લાગતા પરિજનોએ શુક્રવારે સવારે સોનુ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસને શુક્રવારે બપોરે 3 વાગ્યાની આસપાસ સોનુની બાઈક મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનુની બાઈક પાસે મળેલા લોહીના ધબ્બાને જોતા પોલીસ તેના પર આગળ વધી અને સોનુનો મૃતદેહ રેતીમાં દફનાવેલો જોવા મળ્યો. જેના પર 'The End' લખેલુ હતું. મૃતદેહ મળતા જ સોનુના પરિવારને તેની જાણ કરાઈ. સૂચના મળતા જ પરિજનો સ્થળે પહોંચ્યા અને પોલીસે એસડીએમની હાજરીમાં મૃતદેહને રેતીમાંથી બહાર કઢાવ્યો તથા પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. આ સાથે જ પોલીસે મૃતક યુવકની બાઈક કબ્જે કરી લીધી છે અને ઘટનાસ્થળને સીલ કરીને તેની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરીને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...