દેશ તમારૂ યોગદાન ભૂલશે નહીં... CDS રાવતના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યુ દુખ
Gen Rawat News: દુર્ઘટનાના સમાચાર બાદ દેશભરમાં શોકની લહેર છે. ભારતે એક એવી વ્યક્તિ ગુમાવી, જે ભારતની સુરક્ષામાં એક મોટુ યોગદાન આપી રહ્યા હતા. બિપિન રાવત દેશના પ્રથમ એવા વ્યક્તિ હતી જેમને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાર બિપિન રાવતનું નિધન થયુ છે. આજે તમિલનાડુના કુન્નૂરમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. Mi-17V5 હેલીકોપ્ટરથી તેઓ સફર કરી રહ્યા હતા. આ હેલીકોપ્ટરમાં જનરલ રાવત સહિત અન્ય અધિકારી હાજર હતા. આ દુર્ઘટનામાં બિપિન રાવતનું નિધન થઈ ગયું. તેમાં બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પણ હાજર હતા. તેમના નિધન પર દેશભરમાં શોકનો માહોલ છે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
દુર્ઘટનાના સમાચાર બાદ દેશભરમાં શોકની લહેર છે. ભારતે એક એવી વ્યક્તિ ગુમાવી, જે ભારતની સુરક્ષામાં એક મોટુ યોગદાન આપી રહ્યા હતા. બિપિન રાવત દેશના પ્રથમ એવા વ્યક્તિ હતી જેમને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટથી જનરલ રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ઉત્કૃષ્ટ સૈનિક હતા જનરલ રાવત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનરલ બિપિન રાવતને એક ઉત્કૃષ્ટ સૈનિક ગણાવતા કહ્યુ કે, તે એક સાચા દેશભક્ત હતા. તેમણે આપણા સશસ્ત્ર દળો અને સુરક્ષા તંત્રના આધુનિકિકરણમાં ખુબ મોટુ યોગદાન આપ્યું. સામરિક મામલા પર તેમની અંતદ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ અસાધારણ હતો. તેમના નિધનથી ખુબ મોટુ દુખ પહોંચ્યુ છે. પીએમ મોદીએ પોતાના શોક સંદેશમાં કહ્યુ કે, ભારતના પહેલા સીડીએસના રૂપમાં, જનરલ રાવતે રક્ષા સુધારા સહિત આપણા સશસ્ત્ર દળો સંબંધિત વિવિધ પાસાંઓ પર કામ કર્યુ. તેઓ પોતાની સાથે સેનામાં સેવા કરવાનો એક સમુદ્ધ અનુભવ લઈને આવ્યા. ભારત તેમની અસાધારણ સેવાને ક્યારેય ભૂલશે નહીં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube