નવી દિલ્હી : સત્વરે તમને સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું સીધું પ્રસારણ જોવા મળશે. એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટેની કાર્યવાહીનું સીધું પ્રસારણ કરાશે અને મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં આવનારા બંધારણીય કેસમાં આની શરૂઆત કરી શકાશે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો અન્ય કોર્ટ કાર્યવાહીનું પણ સીધું પ્રસારણ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્દિરા જયસિંહે કહ્યું કે બંધારણીય અને જાહેર હીતના કેસની સુનાવણી દરમિયાન લાઇવ પ્રસારણ થવું જોઇએ. જયસિંહેએ એટોર્ની જનરલની વાત સાથે સહમતી દર્શાવી હતી. તેમણે એ સુનિશ્વિત કરવા પણ કહ્યું કે, કોર્ટની કાર્યવાહીની ક્લિપિગ કે રેકોર્ડિંગનો કોઇ વ્યાવસાયિક ઉપયોગ ન કરે. કોર્ટે એટોર્ની જનરલથી કહ્યું કે તે પોતાના સુચન લેખિત રૂપમાં આપે અને હવે આગામી 3જી ઓગસ્ટે આગળની કાર્યવાહી હાથ ધરાશે. 


ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલ્કર અને ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું સીધું પ્રસારણ સમયની માંગ છે. કોર્ટે વેણુગોપાલથી આ અંગે દિશાનિર્દેશ તૈયાર કરવા માટે કહ્યું હતું. એ બાદ ખંડપીઠે આ અંગે વકીલોની પણ સલાહ લીધી હતી. કોર્ટ કાર્યવાહીનું સીધુ પ્રસારણ ઓપન કોર્ટનો જ એક ભાગ છે.