J&K Target Killing: જમ્મૂ કાશ્મીરમાં થઇ રહેલા ટાર્ગેટ કિલિંગના મામલે આજે ગૃહમંત્રાલયમાં 2 કલાક બેઠક ચાલી. આ બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા થઇ. હાલ કાશ્મીરનો માહોલ એવો છે કે કાશ્મીરી પંડિત, બિન કાશ્મીરી હિંદુઓ અને કેટલાક મુસ્લિમોની હત્યાઓ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે આ વર્ષે અત્યાર સુધીમાં 18 ટાર્ગેટ કિલિંગ થઇ ચૂક્યા છે. અને 3 દિવસમાં 2 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાઓમાં વધારો થતાં ગૃહ મંત્રી અમિત શાહે તાબડતોડ બેઠકો કરી. આ બેઠકોમાં NSA અજિત ડોલાભ, રો ચીફ, જમ્મૂ કાશ્મીરના એલજી મનોજ સિન્હા અને આર્મી ચીફ મનોજ પાંડે હાજર રહ્યા. બેઠકમાં ટાર્ગેટ કિલિંગનો અંત લાવવા માટે રણનીતિ સાથે સાથે અમરનાથ યાત્રાની સુરક્ષાને લઇને પણ મંથન થયું. ટાર્ગેટ કિલિંગ વિરૂદ્ધ પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. 


તમને જણાવી દઇએ કે શાંતિ પ્રક્રિયા સુચારૂ રૂપથી ચાલવા પર હતાશ આતંકી નિર્દોશ અને બહારી લોકોની હત્યા કરી રહ્યા છે. સરકારી સૂત્રોનું માનીએ તો આ બધું જલદી જ અટકી જશે. 


ગૃહ મંત્રાલયનું માનવું છે કે કેટલાક દેશ જે આતંકવાદની દુકાન ચલાવી રહ્યા છે તે હવે હાઇ પ્રોફાઇલ ટાર્ગેટ પર હુમલો કરી શકતા નથી. આ હતાશામાં તે આવી હરકતો પર ઉતરી આવ્યા છે. 


સરકારે બહારથી આવેલા સરકારી કર્મચારીઓને સુરક્ષિત સ્થળો પર બદલી કરી દીધી છે. પરંતુ સૂત્રોનું માનીએ કે દરેકની બદલી જમ્મૂ કરી શકાય નહી. એ પણ પાસું છે કે ઘાટીમાંથી અલ્પસંખ્યકોને બહાર કરી ન શકાય. આમ કરવું આતંકવાદીઓના ઇરાદાને પુરા કરશે. લગભગ 5500 લોકોને સુરક્ષિત સ્થળો પર ટ્રાંસફર કરવામાં આવ્યા છે. 


સૂત્રો કહે છે કે સ્થાનિક લોકો મજૂરી કરતા નથી. એટલા માટે તે ક્યારેક બહારથી આવેલા મજૂરોને મારવાનું સમર્થન કરતા નથી. તેમાં ઘાટીના તે કેટલાક લોકો પણ સામેલ છે જે કાશ્મીરને પોતાની જાગીરી સમજી રહ્યા છે. તે પહેલાં પણ તંત્ર ચલાવી રહ્યા હતા અને આગળ પણ પોતાની તાકાત યથાવત રાખવા માંગે છે. જે જિહાદ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube