કોરોના વાયરસને કારણે કેન્દ્રનો મોટો નિર્ણય, NPR અનિશ્ચિત સમય સુધી સ્થગિત
કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એનપીઆરને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હીઃ કોરોના મહામારીને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર એટલે કે એનપીઆરને અપડેટ કરવાની પ્રક્રિયાને અનિશ્ચિતકાળ સુધી રોકી દીધી છે. એનપીઆરની પ્રક્રિયા ઘણા રાજ્યમાં 1 એપ્રિલથી શરૂ થવાની હતી. પરંતુ કોરોના વાયરસના વધતા સંક્રમણ અને તેના સંભવિત ખતરાની સમીક્ષા કરતા ગૃહ મંત્રાલયે કહ્યું કે, આગામી આદેશ સુધી એનપીઆરને અપડેટ કરવાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે છે.