ઇંદોર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, માલ અને સેવા કર (જીએસટી) અને દેવાળીયા કાયદા જેવા પગલા થકી સરકાર ઇમાનદાર વેપારીઓને પ્રોત્સાહિત કરી રહી છે અને તમામ પડકારો છતા પણ દેશ બેવડા અંકનો વિકાસદર પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. મોદીએ સૈફી નગર ખાતેની મસ્જિદમાં દાઉદી વોહ્રા સમુદાયનાં ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ અશરા મુબારકના કાર્યક્રમમાં કહ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં અમારી સરકારે સ્પષ્ટ સંદેશ આપવામાં સફળ રહી છે કે ઉદ્યોગ - ધંધા નિયમોનાં વર્તુળમાં જ થવા જોઇએ. જીએસટી અને દેવાળીયા કાયદા જેવા અનેક પગલાઓ દ્વારા ઇમાનદાર વેપારીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદીએ કહ્યું કે, મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાના કારણે છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર વિશ્વનાં રોકાણકારોનો ભારત પરનો વિશ્વાસ વધ્યો છે. દેશમાં રેકોર્ડ રોકાણ સાથે મોબાઇલ ફોન, ગાડીઓ અને અન્ય સામાનનું રેકોર્ડ ઉત્પાદન થઇ રહ્યું છે. તેનું જ પરિણામ છે કે ગત્ત ત્રીમાસિક ગાળામાં અમે 125 કરોડ દેશવાસીઓનાં પરિશ્રમથી આઠ ટકાથી વધારેનો વૃદ્ધિદર પ્રાપ્ત કર્યો છે. અમારો દેશ ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાઓની જમાતમાં અગ્રણી છે. 

વડાપ્રધાને કહ્યું કે, હવે અમારી નજર દ્વિઅંકી વિકાસ પર છે. મને વિશ્વાસ છે કે ઘણા પડકારો છતા પણ દેશ તે જાદુઇ આંકડા સુધી પહોંચી જશે. મોદીએ દેશનાં વેપારીઓને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાવી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને અલગ અલગ રાજ્યોમાં સત્તામાં રહેલી ભાજપ વેપારીઓની ત્યારની યથાસંભાવના સેવાના પ્રયાસો કરી રહ્યી છે. જો કે સાથે સાથે તે પણ સાચુ છે કે પાંચેય આંગળીઓ એક સમાન નથી હોતી. આપણી વચ્ચે કેટલાક એવા પણ નિકળે છે જેઓ છળને જ પોતાનો વ્યાપાર બનાવી બેઠા હોય છે. 

વડાપ્રધાને કહ્યું કે, દેશનાં ઇતિહાસમાં પહેલીવાર છે જ્યારે કોઇ સરકારે સ્વાસ્થય અને પોષણ ક્ષેત્રને આટલુ મહત્વ આપ્યું હોય.  સસ્તી સારવારની સુવિધાઓનાં ઝડપથી વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, આયુષ્યમાન ભારત યોજના દેશનાં ગરીબ તબક્કાના 50 કરોડ લોકો માટે સંજીવનીની જેમ  સામે આવી છે. આ વસ્તી સમગ્ર યુરોપની વસ્તી જેવડી છે. 

વડાપ્રધાને કહ્યું કે,સરકાર દેશનાં દરેક બેઘર ગરીબનો વર્ષ 2022 સુધીમાં પાક્કુ મકાન આપવા માટેની યોજના પર ઝડપથી આગળ વધી રહી છે. આ યોજના હેઠળ એક કરોડથી વધારે લોકોને તેમના ઘરની ચાવી સોંપાઇ ચુકી છે.