Success Story: શાકભાજી વેચનારની દીકરી બની જજ, જાણો કઈ રીતે મેળવી આ સિદ્ધિ
Ankita Nagar Success Story: અંકિતા જે ઘરમાં રહે છે તે ખુબ નાનું છે. અને ગરમીના સમયમાં તો ત્યાં રહેવું મુશ્કેલ બને છે. તો વરસાદની સીઝનમાં ઘરમાં પાણી ટપકે છે. પરંતુ અંકિતાએ મુશ્કેલ પરિસ્થિતિમાં હિંમત હારી નહીં.
ઈન્દોરઃ શાકભાજી વેચનારની દીકરી અંકિતા નાગર જજ બનવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો...હાલના સમયમાં જ્યાં લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે . ત્યારે અંકિતા નાગર ખૂબ જ નાના ઘરમાં રહીને પરીક્ષાની કરી હતી તૈયારી. અંકિતા વરસાદનું પાણી ટપકે તેવા ઘરમાં રહે છે.
અંકિતાનો હતો એક જ ધ્યેય
અંકિતા નાગર ઈન્દોરના મુસાખેડીની સીતારામ પાર્ક કોલોનીમાં રહે છે. જ્યારે તેના પિતા અશોક નાગર શાકભાજી વેચવાનું કામ કરે છે, ત્યારે તેની માતા લક્ષ્મી બીજાના ઘરે ભોજન બનાવે છે. સંઘર્ષના સમયગાળામાંથી પસાર થઈ રહેલી આ પરિવારની દીકરી અંકિતા માટે ન્યાયાધીશ બનવું કોઈ સ્વપ્નથી ઓછું ન હતું, પરંતુ તેના ધ્યેય જજ બનવાનો જ હતો.
અંકિતાએ બે વાર નિષ્ફળતા મળી
અંકિતાએ વૈષ્ણવ કોલેજ, ઈન્દોરમાંથી એલએલબી કર્યું અને તેણે વર્ષ 2021માં એલએલએમની પરીક્ષા પાસ કરી. પિતાએ ઉધાર લઈને કોલેજની ફી જમા કરાવી અને તેણે સિવિલ જજની તૈયારી શરૂ કરી. બે વાર તેણે પરીક્ષા આપી પણ તેમાં સફળતા મળી નહીં, આ પછી પણ તેના માતા-પિતાએ તેને આગળની તૈયારી કરવા પ્રેરિત કરી
આ પણ વાંચોઃ WHO નો દાવો, કોરોનાથી ભારતમાં 47 લાખ લોકોના મોત, સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- ખોટા આંકડા
અંકિતાએ અનેક મુશ્કેલીઓનો કર્યો સામનો
અંકિતાનું ઘર ખૂબ જ નાનું હતું. ઉનાળાની સિઝનમાં અંકિતાના ઘરમાં ખૂબ જ ગરમી લાગતી હોય છે. તો જ્યારે ચોમાસાની સિઝનમાં વરસાદનું પાણી ઘરમાં આવી જાય છે. અંકિતાનો એક ભાઈ મજૂરી કરીને પૈસા ભેગા કરીને અંકિતા માટેકુલર લગાવી આપ્યું હતું...
અંકિતાની આર્થિક પરિસ્થિત નબળી છે
અંકિતાના પિતા અશોક નાગરે જણાવ્યું કે તેમની દીકરી લાંબા સમયથી સંઘર્ષ કરી રહી હતી, આર્થિક સ્થિતિ સારી ન હતી, આવી સ્થિતિમાં અંકિતાના અભ્યાસ માટે તેને ઘણી વખત પૈસા ઉછીના લેવા પડ્યા હતા પરંતુ તેણે તેનો અભ્યાસ અટકાવ્યો ન અને અંતે તેને સફળતા મળી.
અંકિતા રોજ 8 કલાક વાચન કરતી હતી
અંકિતાએ જણાવ્યું કે તે રોજ 8 કલાક વાચન કરતી હતી. જ્યારે પણ સાંજે કાર્ટ પર ભીડ વધી જાય ત્યારે તે તેના પિતાની મદદ માટે પહોંચી જતી હતી. કેટલીકવાર તે રાત્રે 10 વાગે ઘરે પરત આવતી અને તે પછી અભ્યાસ કરતી હતી. છેલ્લા ત્રણ વર્ષથી સિવિલ જજની તૈયારી કરી રહ્યો હતી. અંકિતાનું માનવું છે કે પરીક્ષામાં નંબરો વધુ અને ઓછા આવતા રહે છે. પરંતુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ, જો તેઓ નિષ્ફળ જાય તો તેઓએ ફરીથી પ્રયાસ કરવો જોઈએ.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube