The Kashmir Files Controversy: IFFI ના જ્યૂરી હેડે `ધ કાશ્મીર ફાઈલ્સ` ફિલ્મને ગણાવી વલ્ગર અને પ્રોપગેન્ડા, અનુપમ ખેરે કર્યો વળતો પ્રહાર
The Kashmir Files Controversy: વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ ધ કાશ્મીર ફાઈલ ફરી ચર્ચામાં છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના જ્યૂરી હેડ નદવ લેપિડ (Nadav Lapid)ના એક નિવેદનના કારણે નવો વિવાદ ઊભો થયો છે. તેમણે ગોવામાં આયોજિત 53માં ફિલ્મ ફેસ્ટિવલ સમારોહમાં આ નિવેદન આપ્યું. ઈઝરાયેલી ફિલ્મ મેકર નદવ લેપિડે `ધ કાશ્મીર ફાઈલ્સ`ને `વલ્ગર પ્રોપગેન્ડા` ગણાવી છે.
The Kashmir Files Controversy: વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ ધ કાશ્મીર ફાઈલ ફરી ચર્ચામાં છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના જ્યૂરી હેડ નદવ લેપિડ (Nadav Lapid)ના એક નિવેદનના કારણે નવો વિવાદ ઊભો થયો છે. તેમણે ગોવામાં આયોજિત 53માં ફિલ્મ ફેસ્ટિવલ સમારોહમાં આ નિવેદન આપ્યું. ઈઝરાયેલી ફિલ્મ મેકર નદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને 'વલ્ગર પ્રોપગેન્ડા' ગણાવી છે. ફિલ્મ સ્ટાર અનુપમ ખેરે આ નિવેદનને લઈને જ્યૂરી પ્રમુખ લેપિડ પર નિશાન સાધ્યું. બીજી બાજુ ફિલ્મ મેકર અશોક પંડિતે તેને કાશ્મીરીઓનું અપમાન ગણાવ્યું. તેમણે નદવ લેપિડને IFFI ના જ્યૂરી હેડ બનાવવા બદલ સૂચના અને પ્રસારણ મંત્રાલય ઉપર પણ નિશાન સાધ્યું.
શું કહ્યું IFFI જ્યૂરી હેડે?
ગોવાના પણજીમાં થઈ રહેલા IFFI ઈવેન્ટમાં ઈઝરાયેલી ફિલ્મમેકરે ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સની ટીકા કરતા કહ્યું કે અમે બધા પરેશાન છીએ કે આવી ફિલ્મને આ સમારોહમાં દેખાડવામાં આવી. આ ફિલ્મ ખુબ જ વલ્ગર છે. ધ કાશ્મીર ફાઈલ્સ આટલા મોટા પ્રતિષ્ઠિત ફિલ્મ સમારોહ માટે યોગ્ય નથી. હું મારી ફિલિંગ્સને મંચ પર ખુલ્લી રીતે શેર કરવામાં સંપૂર્ણ રીતે કમ્ફર્ટેબલ છું. આ એક જરૂરી ચર્ચા છે, જે ખચકાટ વગર થવી જોઈએ. આ કલા અને જીવન માટે જરૂરી છે.
અનુપમ ખેરે કર્યો પલટવાર
અનુપમ ખેરે આ સમગ્ર મામલે પલટવાર કરતા ટ્વીટ કરીને લખ્યું કે જૂઠનું કદ ગમે તેટલું ઊંચું કેમ ન હોય. સત્યની સરખામણીમાં હંમેશા નાનું હોય છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube