નવી દિલ્હી: કાશ્મીરી પંડિતોની કહાની પર આધારિત ફિલ્મ 'The Kashmir Files' હાલ ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. એક બાજુ જ્યાં લોકો આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે ત્યાં અનેક લોકો તેની વિરોધમાં પણ છે. જેને જોતા સરકારે વિવેક અગ્નિહોત્રીને સમગ્ર ભારતમાં સીઆરપીએફ કવર સાથે વાય શ્રેણીની સુરક્ષા આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈન્ટેલિજન્સ બ્યૂરોના થ્રેટ પરસેપ્શન રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે આ સુરક્ષા આપી છે. જેનો અર્થ એ છે કે હવે વિવેક અગ્રવાલ સમગ્ર ભારતમાં જ્યાં પણ જશે ત્યાં તેમની સાથે સીઆરપીએફના જવાનો જોડે જ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ વાય કેટેગરીની સુરક્ષા?
વાય કેટેગરીની સુરક્ષામાં કુલ 8 સુરક્ષાકર્મી વ્યક્તિની સુરક્ષામાં તૈનાત કરાય છે. જે વીઆઈપીને આ સુરક્ષા અપાય છે તેમના ઘર ફરતે પાંચ આર્મ્ડ સ્ટેટિક ગાર્ડનો સુરક્ષા ઘેરો રખાય છે. આ સાથે જ ત્રણ શિફ્ટમાં પીએસઓ સુરક્ષા આપે છે. 


વિવેકની ફિલ્મ પર રાજકારણ ગરમાયું
વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરી પંડિતો પર થયેલા જુલ્મ અને તેમના ખીણમાંથી પલાયનની કહાની પોતાની ફિલ્મમાં દેખાડી છે. ધ કાશ્મીર ફાઈલ્સમાં કાશ્મીરી પંડિતોની કહાની જોઈને દર્શકો ખુબ લાગણીસભર બની ગયા છે. આ ફિલ્મ પર રાજકારણ પર ગરમાયું છે. નેતા-રાજનેતાઓ નિવેદનબાજી કરી રહ્યા છે. અનેક લોકો એવા પણ છે જે આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. આવામાં વિવેક અગ્નિહોત્રી અને ફિલ્મના સ્ટાર્સને ઘણું સાંભળવું પણ પડી રહ્યું છે. 


બોક્સ ઓફિસ પર ફિલ્મની ધમાલ
બોક્સ ઓફિસ પર ફિલ્મ ટંકશાળ પાડી રહી છે. ફિલ્મે અત્યાર સુધીમાં 97.30 કરોડ રૂપિયાનો ભારતમાં બિઝનેસ કર્યો છે. જેમાં પહેલા દિવસે શુક્રવારે 3.55 cr, શનિવારે 8.50 cr, રવિવારે 15.10 cr, સોમવારે 15.05 cr, મંગળવારે 18 cr, બુધવારે 19.05 cr અને ગુરુવારે 18.05 crની કમાણી કરી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube