નવી દિલ્હીઃ દેશમાં એકવાર ફરી કોરોનાની લહેર (#CoronaSecondWave ) દોડી પડી છે. સતત વધી રહેલા કેસો વચ્ચે સરકાર અને તંત્ર નિયમો કડક કરી રહ્યાં છે. તો છેલ્લા 24 કલાકમાં આવેલા કેસે તમામ રેકોર્ડ તોડી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર 24 કલાકમાં દેશમાં કોરોનાના 2 લાખ 34 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તો કોરોના સાથે જોડાયેલો એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં વાયરસને લઈને નવા દાવા રજૂ કરવામાં આવ્યા છે. 


પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ 'ધ લાન્સેટ'માં કોરોનાને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એક અભ્યાસ અનુસાર કોરોનાનું સંક્રમણ મોટાભાગનું ટ્રાન્સમિશન હવાના રસ્તે (aerosol) ફેલાઈ રહ્યું છે. 


એટલું જ નહીં અભ્યાસમાં તે પણ જોવા મળ્યું છે કે જે વ્યક્તિ ક્વોરેન્ટીનમાં રહે છે. તેના કારણે ક્વોરેન્ટીન સાથે જોડાયેલા રૂમમાં પણ હવા દ્વારા નવા કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. આ ટ્રાન્સમિશન ઉધરસ, છીંક વગર એક તૃતિંયાશ કેસ ઇમારતોની અંદર સંક્રમણ બહારના મુકાબલે વધુ ફેલાઈ રહ્યું છે. 


Corona: વિશ્વમાં કોરોનાથી મૃત્યુઆંક 30 લાખને પાર, દરરોજ 12 હજારથી વધુ લોકો ગુમાવી રહ્યાં છે જીવ  


રિપોર્ટમાં સામે આવ્યું કે, આકરા નિયમો છતાં હોસ્પિટલની અંદર સંક્રમણ લેબમાં 3 કલાક સુધી વાયરસ હવામાં સંક્રામક સ્થિતિમાં રહે છે. તેના કારણે લેબમાં SARS-CoV-2 વાયરસનું હવામાં મળવું.


અભ્યાસ બાદ માસ્ક પણ નથી સુરક્ષિત
જ્યારથી ધ લાન્સેટનો રિપોર્ટ આવ્યો છે, ત્યારથી કેટલાક લોકોનો દાવો છે કે કોરોનાથી બચવા માટે માસ્ક પણ સુરક્ષિત ઉપાય નથી. એટલું જ નહીં ઘર, હોસ્પિટલ અને હોટલોને પણ આ સ્ટડીમાં સુરક્ષિત ગણવામાં આવી નથી. 


લેબ પણ અસુરક્ષિત
જ્યાં એસીનો ઉપયોગ થાય છે તે સ્થાન પણ અસુરક્ષિત છે. ત્યાં સુધી કે લેબમાં કોરોનાની તપાસવ કરાવવાને પણ અસુરક્ષિત ગણવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube