નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસથી તાજમહેલ પણ ચર્ચાનું કારણ બની ગયો છે. આ વચ્ચે જયપુરના પૂર્વ રાજપરિવારના સભ્ય અને સાજસમંદથી ભાજપના સાંસદ દીયા કુમારીએ એક મોટો દાવો કર્યો છે. રાજ પરિવારના દીયા કુમારીએ કહ્યું કે તાજમહેલ જયપુર રાજપરિવારની સંપત્તિ હતો અને તે સમયે મુગલ શાસક શાહજહાંએ તેનું અધિગ્રહણ કરી લીધું. સાંસદે કહ્યું કે તે સમયે દેશમાં મુગલોનું રાજ હતુ અને કોઈ અપીલની સુનાવણી થતી નહોતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બોલ્યા સાંસદ દીયા કુમારી
તાજમહેલના બંધ રૂમને લઈને ચાલી રહેલા વિવાદ પર સાંસદે કહ્યું કે, બંધ પડેલા રૂમ ખોલવા જોઈએ જેથી ખ્યાલ આવી શકે કે ત્યાં શું હતું? તેમણે દાવો કર્યો કે જયપુરના પૂર્વ રાજપરિવારના પોથી ખાનામાં તાજમહેલ સાથે જોડાયેલા દસ્તાવેજ સુરક્ષિત છે. જો કોઈ કોર્ટ તે દસ્તાવેજોને ઉપલબ્ધ કરાવવાનું કહેશે તોઅમે કરાવીશું. 


તાજમહેલમાં હિન્દુ મંદિર પર સાંસદે આપ્યો જવાબ
તાજમહેલમાં હિન્દુ મંદિર હોવાના સવાલના જવાબમાં દીયા કુમારીએ કહ્યું કે, તેમણે હજુ સંપૂર્ણ દસ્તાવેજ જોયા નથી, પરંતુ એટલું નક્કી છે કે તાજમહેલ જયપુર રાજપરિવારની સંપત્તિ હતો. તો દીયા કુમારીએ તાજમહેલના બંધ રૂમ ખોલાવવા અને તેની તપાસ કરાવવાનો આગ્રહ કર્યો છે. તેમના દાવા પ્રમાણે અમારી પાસે જે દસ્તાવેજ છે તે મુજબ તે જમીન પર પહેલા મહેલ હતો. તેના પર શાહજહાંએ કબજો કરી લીધો. તેના બદલામાં રાજ પરિવારને વળતર પણ આપવામાં આવ્યું. પરંતુ તે સમયે કોઈ કાયદો ન હતો કે તમે તે નિર્ણય વિરુદ્ધ અપીલ કરી શકો. 


આ પણ વાંચોઃ લક્ષ્મણ રેખાનું સન્માન કરો, રાજદ્રોહના કાયદા પર પ્રતિબંધ બાદ બોલ્યા કિરણ રિજિજૂ


શું છે વિવાદ
આગ્રાના તાજમહેલને લઈને અલ્હાબાદ હાઈકોર્ટમાં ભાજપના નેતા દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. તેમણે પોતાની અરજીમાં તાજમહેલના બંધ 22 રૂમને ખોલાવીને પુરાતત્વ વિભાગ પાસે સર્વે કરાવવાની માંગ કરી છે. તેમનો દાવો છે કે તાજમહેલમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિ અને શિલાલેખ છે. જો આ સર્વે થાય તો ખ્યાલ આવશે કે તાજમહેલમાં હિન્દુ મૂર્તિઓ અને શિલાલેખ છે કે નહીં. 


ચર્ચામાં રહે છે સાંસદ દીયા કુમારી
રાજસ્થાનથી ભાજપના સાંસદ દીયા કુમારી હંમેશા ચર્ચામાં રહે છે. રામ જન્મભૂમિની સુનાવણી દરમિયાન રામના વંશજનો મુદ્દો આવ્યો તો આ રોયલ પરિવારના સભ્યએ દાવો કર્યો કે તે રામના વંશજ છે. આ માટે તે કોર્ટમાં નિવેદન આપવા પણ તૈયાર છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube