નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ રવિવારે કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ટિપ્પણી પર વિરોધ વ્યક્ત કર્યો. અરૂણ જેટલીએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિવેદન ખુબ જ નિરાશાજનક અને વિવાદાસ્પદ છે. મનમોહન સિંહે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉન્માદ ભડકાવવાની હોડ મચેલી છે. મનમોહન સિંહે આગળ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંન્ને દેશ બરાબર આતંકવાદથી પરેશાન અને પીડિત છે. ત્યાર બાદ જેટલીએ ટ્વીટ કરીને મનમોહન સિંહ પર નિશાન સાધતા કહ્યું, તેમણે કહ્યું કે, મનમોહન સિંહ નૈતિકતા અને અન્ય આધાર પર બંન્ને દેશોની વચ્ચે કઇ રીતે તુલના કરી શકે છે. 


બંગાળ: ભાજપની વિજય સંકલ્પ રેલી અટકાવાઇ, પાર્ટી કાર્યકર્તા અને પોલીસમાં ઘર્ષણ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહે કહ્યું કે, જ્યારે અમારો દેશ આંતરિક આત્મવિનાશની પાગલ દોડનાં કારણે એક અન્ય સંકટમાં ઉલઝી ચુક્યા છે. આ દોડ ભારત અને પાકિસ્તાન બંન્ને દેશોમાં ચાલી રહી છે. સિંહે કહ્યું કે, અમારી મુળભુત સમસ્યા વધતી ગરીબી... રોગોમાંથી છુટકારો મેળવવાનો છે. તેમાંથી બંન્ને દેશનાં લાખો નાગરિકો હજી સુધી પણ પીડિત છે.