નવી દિલ્હીઃ જેપી નડ્ડા 20 જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યત્ર બનવા જઈ રહ્યાં છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારીની પ્રક્રિયા 20 જાન્યુઆરીએ થશે. જો જરૂર પડશે તો ચૂંટણી 21 જાન્યુઆરીએ યોજાશે. સૂત્રો પ્રમાણે, નડ્ડા નિર્વિરોધ ચૂંટાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જગત પ્રકાશ નડ્ડાને જૂન 2019માં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. નડ્ડાનું પાર્ટીના 11માં અધ્યક્ષ બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. અત્યારે ગૃહપ્રધાન અમિત શાહની પાસે પાર્ટીના અધ્યક્ષની જવાબદારી છે. શાહે કેન્દ્રમાં મંત્રી બન્યા બાદ પાર્ટીની ગતિવિધિઓને સંભાળવા માટે નડ્ડાને પોતાના સહયોગી બનાવ્યા હતા. 


જેપી નડ્ડા વિદ્યાર્થી રાજનીતિના સમયમાં એબીવીપીમાં જોડાયા અને સંગઠનોના વિભિન્ન પદ પર રહેતા પ્રથમવાર 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી રહ્યાં છે. 58 વર્ષીય નડ્ડાને લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યાં ચૂંટણીમાં એસપી-બીએસપી ગઠબંધન બાદ પણ 80માંથી ભાજપે 62 સીટો જીતી હતી. ત્રણ વખત ધારાસભ્ય રહેલા નડ્ડા રાજ્યસભામાં હિમાચલ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...